જાણો, કોણે આપી કોહલીને અનુષ્કા સાથે “ડિવોર્સ” લેવાની સલાહ

Update: 2020-05-27 12:36 GMT

બોલિવૂડની અભિનેત્રી અનુષ્કા શર્મીની વૅબ સિરીઝ પાતાળલોક રિલીઝ થતાની સાથે જ ચર્ચામાં આવી ગઇ છે. શરૂઆતમાં આ સિરીઝને ખૂબ વાહવાહી મળી પરંતુ થોડા જ દિવસોમાં પાતાળલોક વિવાદમાં સપડાઇ ગઇ. વૅબ સિરિઝમાં ગાઝીયાબાદથી રાજ્યસભા સાંસદ અનિલ અગ્રવાલની તસવીરનો ઉપયોગ તેમની મંજૂરી વગર કરવામાં આવ્યો છે. જેને લઇને ખૂબ વિવાદ સર્જાયો છે. બીજેપીના નેતાએ વિરાટ કોહલીને અનુષ્કા શર્મા સાથે ડિવોર્સ લેવાની સલાહ આપી દીધી છે.

આ વિવાદ દિવસે ને દિવસે ઉંડો થતો જાય છે. પહેલા જ દિવસે અનુષ્કા વિરુદ્ધ નોટિસ આવી હતી. જેમાં લખ્યું હતું કે આ સિરિઝમાં જાતિવાદની ટિપ્પણીઓ કરવામાં આવી છે. તો બીજી તરફ યુપીના બીજેપી નેતા નંદ કિશોર ગુર્જરે શર્મા વિરુદ્ધ પોલીસ કેસ કર્યો છે. 

આટલાથી ભાજપના નેતાનું મન ના ભરાયુ તો તેમણે ટ્વિટ કરીને કહયું કે કોહલી એક દેશભક્ત છે એટલા માટે તે દેશ માટે રમે છે. વિરાટ કોહલીનો આમાં કોઇ હાથ નહી હોય. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતી વખતે નેતાએ જણાવ્યું હતું કે કોહલીએ તાત્કાલિક અનુષ્કાને છૂટાછેડા આપી દેવા જોઇએ. 

નંદ કિશોર શર્માએ કહ્યું કે અનુષ્કાએ આ સિરિઝ બનાવીને દેશદ્રોહ કર્યો છે. સાથે જ વાજપેયી સાહેબનું નામ ઉપયોગ કરીને ઇશારો કર્યો છે કે તેમના સાશનમાં અપરાધ થયા છે. હું હાલમાં ભાજપનો નેતા છુ તો મારી મંજૂરી વગર મારી તસવીરનો ઉપયોગ શા માટે કર્યો. 

Tags:    

Similar News