સુરતના શહેરીજનો માટે નવા વર્ષમાં કઈ નવી બે ફ્લાઇટ થવાની છે શરૂ, જાણો વધુ

Update: 2021-01-07 05:47 GMT

સુરતના શહેરીજનો માટે નવા વર્ષમાં નવી બે ફલાઇટ શરુ કરવામાં આવી રહી છે. જેમાં સુરતથી વારાણસી અને પટનાની ફલાઇટ શરુ કરવામાં આવશે. આમ કોરોનાકાળ દરમિયાન આ બે શહેર વચ્ચે નવી ફલાઇટ શરુ કરવામાં આવતા વેપાર અર્થે આવન-જાવન કરતા લોકોને રાહત થશે.

પ્રાપ્ત મળતી માહિતી મુજબ સુરતથી વારાણસી અને પટના માટે આગામી 12 જાન્યુઆરીથી 189 સીટીની ફલાઇટ શરુ કરાશે. જેમાં વારાણસી ફલાઇટ અઠવાડિયામાં 4 દિવસ તેમજ પટના માટે અઠવાડિયામાં 3 દિવસ ઉડાન ભરશે. આમ છેલ્લા 4 વર્ષની રાહ જોયા બાદ સુરતથી ઉત્તર પ્રદેશ અને બિહાર માટે નોન સ્ટોપ ફલાઇટની શરુઆત થશે. સ્પાઇસ જેટ દ્વારા 12 જાન્યુઆરી વારાણસી અને પટના માટે આ ફલાઇટ શરુ કરવામાં આવી રહી છે. જ્યારે આ બંને રુટથી વાયા થઇને કોલકાતાની પણ ફલાઇટ શરુ થવા જઇ રહી છે. વારાણસી અને પટના માટે ફલાઇટ શરુ કરવાની માંગણી 4 વર્ષ પહેલા કરવામાં આવી હતી. સુરતથી વારાણસી અને પટના માટે ફલાઇટનું શરુઆતી ભાડુ 3500 રુપિયા હશે જ્યારે આ માત્ર શરુઆતી ભાડુ છે આગળ ટ્રાફિકને ધ્યાનમાં લઇને ભાડામાં વધારો પણ કરવામાં આવી શકે છે.

સુરતથી પટના માટે શિડયુલ જાહેર :

સુરતથી પટના માટે અઠવાડિયામાં મંગળ, ગુરુ અને શનિવારે ઉડાન ભરશે. સુરતથી બપોરે 12.10 વાગે ઉડાન ભરી બપોરે 2.40 કલાકે પટના પહોંચશે.

સુરતથી કોલકાતા ફલાઇટ નિયમિત :

સુરતથી કોલકાતા વચ્ચે ફલાઇટ નિયમિત હશે. સુરતથી કોલકાતા વાયા વારાણસી થઇને બપોરે 12 વાગે ઉડાન ભરે અને સાંજે 4 વાગે કોલકાતા પહોંચશે, જ્યારે સુરતથી વાયા પટના થઇને સાંજે 4.15 કલાકે કોલકાતા પહોંચશે. જ્યારે પરત માટે કોલકતાથી સવારે 9 વાગ્યે ઉડાન ભરીને 11.40 વાગે સુરત પહોંચશે.

Tags:    

Similar News