ગાંધીનગર: ટિકિટ ન મળવાથી નારાજ કાર્યકરોની ભાજપ પ્રદેશઅધ્યક્ષ સી.આર.પાટીલે માંગી માફી,જુઓ શું કહ્યું

Update: 2021-02-10 11:14 GMT

ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે પક્ષમાં થતો અસંતોષ ખાળવા ટિકિટ ન મળવાથી નારાજ કાર્યકરોની માફી માંગી હતી તો ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પારદર્શક રીતે થઈ હોવાનો દાવો કર્યો હતો.

ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આજે મીડિયાને સંબોધન કર્યું હતું અને કહ્યું કે ઉમેદવારોની પસંદગી માટે જિલ્લા અને તાલુકામાં નિરીક્ષકોએ ત્યાંના દાવેદારો ને સાંભળ્યા હતા ત્યારેબાદ ત્યાંની સ્થાનીય બોડી સાથે પણ વિચાર વિમર્શ કર્યો અને ત્યારબાદ દરેક સીટ માટે 3 ની પેનલ બનાવમાં આવી અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સામે રજુ કરવામાં આવી અને પારદર્શક રીતના આ પ્રકિયા પૂર્ણ કરવામાં આવી અને સંકલન કરી નામો પર વિચાર કરવામાં આવ્યો છે.રાજ્યની કુલ 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો 231 તાલુકાપંચાયતની 4774 અને 81 નગરપાલિકાની 2720 બેઠકો પર ચયન પ્રકિયા કરવામાં આવી છે કુલ 8474 બેઠકો છે કુલ 9050 ઉમેદવારોએ દાવેદારી કરી છે અને પ્રત્યેક સીટ માટે 20 થી વધુ દાવેદારોએ ટિકિટ માંગી છે બીજેપી એ જે નિયમ નક્કી કર્યા છે તે નિયમ ને પણ ધ્યાને લેવામાં આવશે॰ આવતીકાલે પંડિત દીનદયાળ સમર્પણ દિવસ ઉજવશે ત્યારે દરેક ઉમેદવારો સંકલ્પ લેશે અને પ્રજાના કાર્યો માટે સમર્પિત થવાનો સંકલ્પ કરશે એ બાબતની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટિલ ડેમેજ કંટ્રોલરની ભૂમિકામાં જોવા મળ્યા હતા અને ટિકિટ ન મળવાથી નારાજ ઉમેદવારોની માફી માંગી હતી.

Tags:    

Similar News