ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ લીધી કોરોનાની રસી

Update: 2021-03-01 05:13 GMT

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન રૂપાણીએ આજે કોરોનાની રસી લીધી. ગાંધીનગર પાસે આવેલા ભાટ ગામની એપોલો હોસ્પિટલ ખાતે વહેલી સવારે રસી લીધી. CM રૂપાણીએ ગુજરાતના 60 લાખ જેટલા વરિષ્ઠ વડીલોને આ રસીકરણ અભિયાનનો લાભ લેવા અપીલ કરી છે. પહેલી માર્ચથી ગુજરાત સહિત ભારતમાં કોરોના વાયરસની રસી માટે બીજા તબક્કાની શરૂઆત થવા જઈ રહી છે. 60 વર્ષથી વધુ વયના લોકોને રસી આપવામાં આવશે. સાથે સાથે 45 વર્ષથી વધુ વયના એવા લોકો જેમને ગંભીર બીમારી છે તેમને પણ રસીના ડોઝ આપવામાં આવશે એવું સરકારે કહ્યું છે .


CM વિજય રૂપાણીએ કરી અપીલ

આ મુદ્દે અપીલ કરતા સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ રસી પૂરી રીતે સુરક્ષિત છે તેમજ તેની કોઈ આડ અસર પણ નથી. 60 વર્ષથી વધુની વયના દરેક વડીલ આ રસીના બે ડોઝ અવશ્ય સમયસર લે અને પોતાની જાતને કોરોનાથી સુરક્ષિત બનાવે તેવો અનુરોધ પણ મુખ્યમંત્રીએ કર્યો હતો. સીએમ રૂપાણીએ રાજ્યના નાગરિકોને પણ અપીલ કરી છે કે પોતાના ઘર, પરિવાર અને આસપાસના આવા વરિષ્ઠ વડીલોને રસીકરણ માટે તેઓ પ્રેરિત કરે અને કોરોના મુક્ત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપે.

Tags:    

Similar News