ગીરસોમનાથ : જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે માનસિંહ પરમારે પદભાર સંભાળ્યો

Update: 2020-11-13 10:40 GMT

ભાજપના નવનિયુકત પ્રમુખ સી.આર. પાટીલે જિલ્લાઓ તથા મહાનગરોમાં પ્રમુખોની વરણી કરી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં નવનિયુક્ત જિલ્લા ભાજપ અધ્યક્ષનો પદ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો.

રાજયમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટાચુંટણી બાદ ભાજપે તમામ જિલ્લાઓ તથા મહાનગરોમાં પ્રમુખોની વરણી કરી છે. ગીર સોમનાથના જિલ્લા પ્રમુખ તરીકે યુવા નેતા માનસિંહ પરમાર પર મોવડી મંડળે પસંદગી ઉતારી છે. નવા વરાયેલા જિલ્લા પ્રમુખનો પદગ્રહણ સમારંભ ભાજપ કાર્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ જિલ્લા પ્રમુખ ઝવેરીભાઈ ઠકરારે માનસિંહ પરમારને સાફો પહેરાવી પદભાર સોંપ્યો હતો.

આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડ,બીજ નિગમ ચેરમેન રાજસી જોટવા સહિત જિલ્લાભરના ભાજપના કાર્યકરો હાજર રહયાં હતાં. નવનિયુક્ત જિલ્લા અધ્યક્ષ માટે તાજેતરમાં જ નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયત ની ચૂંટણી નો પડકાર આવી રહયો છે. જિલ્લાના આગેવાનોએ મંચ પરથી એક જૂથ થઈ માનસિંગ પરમારના નેતૃત્વ માં કામ કરવા બાંહેધરી આપી હતી.

Tags:    

Similar News