રાજયમાં ચુંટાયેલા પ્રતિનિધિઓની કસોટી શરૂ, કામ નહિ થતાં લોકો હવે ઉમેદવારોને હંફાવશે

Update: 2021-02-02 11:26 GMT

રાજયમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીનું બ્યુગલ ફુંકાય ચુકયું છે ત્યારે પ્રજાના કામ નહિ કરી શકનારા ચુંટાયેલા પ્રતિનિધિઓ હવે મતદારોની કસોટીએ આવ્યાં છે. પોતાના વિસ્તારમાં કામ નહિ થતાં તથા સમસ્યાનું નિરાકારણ નહિ આવતાં લોકો હવે ચુંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી રહયાં છે. હાલ રાજયમાં મહિસાગર અને કચ્છ જિલ્લામાંથી ચુંટણી બહિષ્કારની ઘટનાઓ સામે આવી છે.

મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના વઘાસ પંચાયતના કુંભારખાણના ગ્રામજનો દ્વારા આવનાર ચુટણીનો બહિષ્કાર કરવાનો માર્ગ અપનાવ્યો છે. લોકોના જણાવ્યા પ્રમાણે ત્રણ કિલોમીટર જેટલો રસ્તો કાચો હોવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, રસ્તો પાકો બનાવવા માટે સરપંચ થી લઈ ધારાસભ્ય તેમજ સંસદ સભ્ય તેમજ પ્રધાન મંત્રી સુધી રજુઆત કરવા છતાં રસ્તો બનાવવામાં આવતો નથી. અમારી રસ્તાની માંગણી પુરી નહિ થતી હોવાથી અમે આગામી ચુંટણીમાં મતદાન કરીશું નહિ તેવી ચીમકી લોકોએ આપી છે.

હવે વાત કરીશું કચ્છના માધાપરમાં આવેલી ચિંતામણી પાશ્ચર્વનાથ સોસાયટીના રહીશોની… ભુજ તાલુકાના માધાપરમાં આવેલી ચિંતામણી પાશ્વનાથ સોસાયટીના રહેવાસીઓએ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. આ સોસાયટીઓમાં 100 થી વધુ પરિવારો વસવાટ કરે છે. સ્થાનિકોને જણાવ્યા પ્રમાણે 10 વર્ષ પૂર્વે આ સોસાયટી બનાવવામાં આવી ત્યારે બિલ્ડરે મકાન માલિકોને અંધારામાં રાખ્યા હતાં.

જમીનનો હેતુફેર કર્યા વિના મકાનોનું વેચાણ કરાયું હતું જેથી હાલમાં કલેક્ટર દ્વારા આ બાંધકામને ગેરલાયક ઠરાવાયું છે આ વિસ્તારના રહીશો પાસે મકાન સંદર્ભે લાલબુક પણ નથી જેથી તેઓ મકાન વેચી પણ શકતાં નથી. ચિંતામણી સોસાયટીના રહેવાસીઓ આજે ચિંતામાં મુકાઈ ગયા છે. સોસાયટીની જમીન રેગ્યુલાઈઝ કરી મકાનધારકોને લાલબુક આપવામાં આવે તેવી માંગણી કરાઈ છે અન્યથા 100 જેટલા પરિવારો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે તેવી ચીમકી અપાઈ છે.

Tags:    

Similar News