મુંદ્રા ડ્રગ્સ મામલે 2 મોટા ઉદ્યોગપતિની ધરપકડ,NIAની કાર્યવાહી

સર્ચ ઓપરેશનમાં દિલ્હીમાં 14, ગુજરાતમાં 2, પંજાબમાં 1 અને પશ્ચિમ બંગાળમાં 3 જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

Update: 2022-08-26 07:10 GMT

દેશમાં ડ્રગ્સ સામેની લડાઈમાં NIAએ એક સાથે 20 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ સર્ચ ઓપરેશનમાં દિલ્હીમાં 14, ગુજરાતમાં 2, પંજાબમાં 1 અને પશ્ચિમ બંગાળમાં 3 જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આ કેસમાં બે મોટા ઉદ્યોગપતિઓ પણ ધરપકડ કરી છે.

સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIA દ્વારા 24 ઓગસ્ટથી 20 સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું આ સર્ચ ઓપરેશનમાં 13મી સપ્ટેમ્બર 2021ના રોજ ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી લગભગ ત્રણ હજાર કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. NIA હેડક્વાર્ટર સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં 14 સ્થળોએ, ગુજરાતમાં બે સ્થળોએ અને પશ્ચિમ બંગાળમાં ત્રણ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું NIA ના જણાવ્યા અનુસાર, દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ફેલાયેલા આ ડ્રગ્સ રેકેટ કનેક્શનના વાયરો આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા છે. ડ્રગ્સની દાણચોરી માટે, તેને અફઘાનિસ્તાન મારફતે ભારતમાં આયાત કરેલા માલ ના કન્ટેનરમાં મૂકીને દાણચોરી કરવામાં આવતી હતી. જો કે ગત વર્ષે કેન્દ્રીય તપાસ એજન્સી ડીઆર આઈ દ્વારા આ કેસમાં ઘણા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમાં મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો તે પછી ઘણા દેશો સાથે તેના જોડાયેલા હોવાને કારણે આ મામલો વિગતવાર તપાસ માટે એનઆઈએની ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો

Tags:    

Similar News