અંબાજી શક્તિપીઠમાં ભક્તો દ્વારા 23 તોલા સોનાની પાદુકા માતાજીને અર્પણ કરાશે,ભક્તો કરી શકશે દર્શન

ગુજરાતનું પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં અંબાજી માતામાં ભક્તોને અતૂટ શ્રદ્ધા અને આસ્થા છે. તમામ જ્ઞાતિના લોકો માં અબાજીના આશીર્વાદ લેવા આવે છે.

Update: 2022-08-18 10:15 GMT

ગુજરાતનું પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં અંબાજી માતામાં ભક્તોને અતૂટ શ્રદ્ધા અને આસ્થા છે. તમામ જ્ઞાતિના લોકો માં અબાજીના આશીર્વાદ લેવા આવે છે. આશીર્વાદ સાથે માં અંબાજીના ચરણોમાં અર્પણ કરવાની ભાવના અને લાગણી રાખે છે ત્યારે જય ભોલે ગ્રુપ અમદાવાદ પણ લાગણી હતી કે, અંબાજી માતાની પાદુકા સોનાની બનાવીને અર્પણ કરવી છે જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા સોનાની પાદુકા બનાવી છે અને જે માં અંબાના ચરણોમાં અર્પણ કરશે.સુપ્રસિદ્ધ અંબાજી શક્તિપીઠ માં ભક્તો દ્વારા સોનાની કોઈને કોઈ અલંકાર બનાવીને અર્પણ કરવામાં આવતા હોય છે.

જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા અંબાજી ખાતે માં અંબાના ચરણોમાં સોનાની પાદુકા અર્પણ કરશે. 231 ગ્રામ એટલે કે 23 તોલા સોનામાંથી પાદુકા બનાવી છે. 28 ઓગસ્ટના એટલે કે, ભાદરવી એકમનામાં અંબાના ચરણોમાં અર્પણ કરશે. પરંતુ તે પહેલા સોનાની પાદુકા ના ભક્તો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સોનાની પાદુકા અર્પણ કરે તે પહેલાં સોનાની પાદુકા ના ભક્તો દર્શન કરી શકે તે માટે જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 21 ઓગસ્ટના રવિવારે ઘાટલોડિયા વિસ્તારના નીલકંઠ મહાદેવ મંદિર ખાતે સવારે 8.30 કલાક થી 11 વાગ્યા સુધી સોનાની પાદુકા, 52 ગજની ધજા અને શ્રી યંત્રના ભક્તો દર્શન કરી શકશે. 21 ઓગસ્ટના સવારે 9.30 કલાક માતાજીની પાદુકાની આરતી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ભટ્ટજી દેવાંગ ઠક્કરના હસ્તે કરવામાં આવશે. ભક્તો પણ આરતીનો લ્હાવો લઈ શકશે અને સોનાની પાદુકાના દર્શન પણ કરી શકશે

Tags:    

Similar News