ગુજરાત કોંગ્રેસના વધુ 6 ઉમેદવારો જાહેર, 6 વખત હારેલા ઉમેદવારને પણ 7મી વખત કૉંગ્રેસે મેદાને ઉતાર્યા

ગુજરાત વિધાનસભાની ચૂટણીને લઈને કોંગ્રેસે 5 નવા નામ જાહેર કર્યા છે. તો બીજી તરફ બોટાદમાં ઉમેદવાર બદલવામાં આવ્યા છે.

Update: 2022-11-13 15:00 GMT

ગુજરાત વિધાનસભાની ચૂટણીને લઈને કોંગ્રેસે 5 નવા નામ જાહેર કર્યા છે. તો બીજી તરફ બોટાદમાં ઉમેદવાર બદલવામાં આવ્યા છે. ગારીયાધાર બેઠક પર હાલમાં કોંગ્રેસમાં જોડાયેલા મનુભાઈ ચાવડાના પુત્રને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત મોરબીમાં 6 વખત ચૂંટણી હારેલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે. જેન્તી જેરાજ પટેલ 6 વખત કોંગ્રેસમાંથી ચૂંટણી હારી ચૂક્યા છે. આજે ફરી સાતમી વખત તેમને ટિકિટ આપવામાં આવી છે. પ્રથમ તબક્કાની યાદી સંપુર્ણ જાહેર કરી દેવામાં આવી છે.



કોંગ્રેસના બોટાદ બેઠકના નારાજ દાવેદાર મનહર પટેલે અશોક ગેહલોત સાથે કરી મુલાકાત કરી છે. ગેહલોત સાથેની મુલાકાત બાદ મનહર પટેલે નિવેદન આપતાં જણાવ્યું, 2017માં અશોક ગેહલોતે મને ટેલિફોનીક મેન્ડેટ આપ્યું હતું. મારી સાથે 2017નું પુનરાવર્તન થયું છે. અમે બીજી વખત અપમાનિત પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યો છે. બોટાદ જઈને ટેકેદારોને મળી સાંજે 7 વાગે મારો આખરી નિર્ણય જાહેર કરીશ. તેમણે કહ્યું, ખેસ વગર પણ આગળ વધી શકાય છે. અશોક ગેહલોતના કહેવાથી પ્રમુખ જગદીશ ઠાકોરને મળવાનો છું.

Tags:    

Similar News