રાજ્યમાં 677 પી.એસ.આઈ.ની જ્ગ્યા ખાલી, વાંચો ગૃહ વિભાગ કઈ રીતે ભરતી કરશે

પોલીસ તંત્રમાં પીએસઆઈની પોસ્ટ એક મહત્વની પોસ્ટ ગણાય છે

Update: 2021-09-27 12:30 GMT

પોલીસ તંત્રમાં પીએસઆઈની પોસ્ટ એક મહત્વની પોસ્ટ ગણાય છે ત્યારે ગુજરાત પોલીસમાં 677 ખાલી જગ્યા ભરવાનો પ્રયાસ સફળ થતો નથી. ખાતાકીય પ્રમોશન આપી ભરતી કરવામાં આવતી હોય છે પરંતુ તે ભરતી કાયદાકીય ગૂંચવણમાં અટવાઈ પડી છે ત્યારે પોલીસ તંત્રના 677 એએસઆઈ ને આગામી 11 મહિના માટે હંગામી ધોરણે પી.એસ.આઈ.બનાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. હંગામી પ્રમોશન થી જગ્યા ભરાય એમ નથી ત્યારે પી.એસ.આઈના અભાવે નુકશાન ભોગવવું પડશે.પોલીસ તંત્રમાં જે પી.એસ.આઈના જે અભાવે ઉભી થઈ છે તેમાં અમદાવાદ શહેરમાં 116, સુરતમાં 77, વડોદરામાં 61, ગાંધીનગરમાં 24, મહેસાણામાં 21, અમદાવાદગ્રામ્યમાં 18, ભરૂચમાં 16, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ-પૂર્વ, આનંદમાં 13 જ્યારે વડોદરા ગ્રામ્ય, વલસાડ, પાટણ, પશ્ચિમ-પૂર્વ રેલવેમાં અને ખેડા-નડિયાદમાં 11, નવસારી,મોરબી,ગીર-સોમનાથ,નર્મદામાં 7,અરવલ્લીમાં 6, મહીસાગર, બોટાદ 14 કુલ મળીને 677 પી.એસ.આઈ.ની હજી પણ ગુજરાત શહેરમાં જરૂર છે.

હંગામી પીએસઆઈ બનવામાં રજા પગાર સહિતનું નુકસાન થાય છે.બીજા શહેર - જિલ્લામાં બદલી થાય, 11 મહિના પછી ફરી એએસઆઈ તરીકે કામગીરી કરવી પડે તે સહિતના નુકસાન થાય છે. થોડા મહિનાઓ માટે પીએસઆઈ તરીકે કામગીરી કર્યા પછી ફરી એએસઆઈ બનવાથી સામાજિક અસર પહોંચે છે. સરકાર એએસઆઈ અને પીએસઆઈની કામગીરી કરવા લાયક ગણે છે તો કાયમી પીએસઆઈ તરીકે પોસ્ટિંગ આપી દેવાય તો ખાલી જગ્યાની સમસ્યા ઉકેલાય અને નાગરિકોને પણ ફાયદો થાય તેમ હોવાની ચર્ચા પોલીસ તંત્રમાં છે.

Tags:    

Similar News