રાજ્યમાં આજે ફરી કોરોનાના 884 નવા પોઝિટિવ કેસ નોધાયા, ત્રણ દર્દીઓના થયા મોત

રાજ્યમાં આજે ફરી કોરોનાના 884 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. આજે કોરોનાને પગલે વધુ ત્રણ લોકોના મોત થયા છે. બીજી બાજુ 770 દર્દીઓએ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે.

Update: 2022-07-22 15:48 GMT

રાજ્યમાં આજે ફરી કોરોનાના 884 નવા પોઝિટિવ કેસ નોધાયા છે. આજે કોરોનાને પગલે વધુ ત્રણ લોકોના મોત થયા છે. બીજી બાજુ 770 દર્દીઓએ કોરોનાને મ્હાત આપીને સાજા થયા છે.

રાજ્યમાં નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ શહેરમાં આજે 324 કેસ સામે આવ્યા છે. ઉપરાંત એક વ્યક્તિનું કોરોનાથી મોત નિપજ્યાંનું જાહેર થયું છે. વધુમાં સુરતમાં 51 કેસ સામે એક માનવ જિંદગી કોરોનાના ખપ્પરમાં હોમાઈ છે. વડોદરામાં 69 અને રાજકોટમાં 25 કેસ સામે આવ્યા છે વધુમાં ગાંધીનગરમાં 35 અને ભાવનગરમાં 14 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. તથા જામનગરમાં પણ 10 કેસ આવ્યા હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે. આમ આજે 3 લોકોના મોત નિપજયા હડકંપ મચી ગયો છે.

વધુમાં જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં 49 કેસ, અમદાવાદમાં 8, ગાંધીનગરમાં 44, સુરતમાં 21, કચ્છમાં 37, પાટણમાં 20,વલસાડમાં 15, આણંદમાં 15 અને ભરુચમાં 11 તેમજ રાજકોટમાં 20 સહિત રાજ્યભરમાં કુલ 884 કેસ સામે આવ્યા છે. વધુમાં આજે મોતનો આંકડો વધ્યો છે અને ત્રણ મોત થયાનું સામે આવ્યું છે. જેને લઈને લોકોમાં ચિંતા જાગી છે.

આ ઉપરાંત રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 5270 છે જેમાંથી 9 લોકોની સ્થિતિ ગંભીર હોવાથી તેઓ વેન્ટિલેટર હેઠળ સરવાર લઈ રહ્યા છે અને આજે 3,47,459 લોકોએ વેકસીન લીધી હોવાનું પણ સામે આવ્યું છે. રાજ્યમાં કોરોના દર્દીઓના સાજા થવાનો દર 98.70 છે.

Tags:    

Similar News