અમદાવાદ: હોળી ધૂળેટીના પર્વ પર 108 એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓ રહેશે ખડેપગે તૈનાત

108 પર આવતા ઇમરજન્સી કૉલ્સને અસરકારક રીતે પહોંચી વળવા માટે વ્યૂહાત્મક આયોજન દ્વારા 108 એમ્બ્યુલન્સોને મૂકવામાં આવે છે.

Update: 2023-03-06 11:49 GMT

હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન અકસ્માતોની સંખ્યામાં વધારો થતો હોય છે. નાના મોટા અકસ્માત અને મારામારી જેવા બનાવોને ધ્યાનમાં રાખી અને 108 ઈમરજન્સી સેવા દ્વારા એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન અકસ્માતોની સંખ્યામાં વધારો થતો હોય છે.

Full View

નાના મોટા અકસ્માત અને મારામારી જેવા બનાવોને ધ્યાનમાં રાખી અને 108 ઈમરજન્સી સેવા દ્વારા એમ્બ્યુલન્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. અકસ્માતો અને બનાવની સંખ્યા બપોરે 1 વાગ્યા બાદથી લઈને મોડી રાત સુધી થતી હોય છે. 108 ઇમરજન્સી સેવા સતત 24 કલાક કાર્યરત છે 108 પર આવતા ઇમરજન્સી કૉલ્સને અસરકારક રીતે પહોંચી વળવા માટે વ્યૂહાત્મક આયોજન દ્વારા 108 એમ્બ્યુલન્સોને મૂકવામાં આવે છે.તેમનું સ્થાન ઈમરજન્સીની પેટર્ન અને છેલ્લા 3થી 4 વર્ષના તહેવારોની ઇમરજન્સી કેસોની સંખ્યા વગેરેના વિશ્લેષણો પર આધારિત હોય છે.

આ વર્ષે હોળી તહેવારમાં વધારો થનાર ઈમરજન્સી કેસને અને મીની વેકેશનને કારણે લોકોની અવરજવર વધશે. તેથી રોડ ટ્રાફિક અકસ્માતના કેસો વધશે અને અન્ય ઇજાના કેસો જેમ કે પડી જવા, શારીરિક હુમલાના કેસમાં પણ વધારો થશે. હોળીના તહેવાર દરમિયાન અનુમાનિત કેસોના વધારાને પહોંચી વળવા તથા નાગરિકો હોળીનો તહેવાર ખુશીથી સલામતીપૂર્વક ઉજવી શકે તે માટે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ તહેવારમાં રજા ના લેતા નાગરિકોની સેવા માટે તૈયાર રહેશે.

Tags:    

Similar News