અમદાવાદ : ઓલિમ્પિક્સ-2036ની તૈયારી વચ્ચે કેન્દ્ર સરકારનું મોટું એલાન, વાંચો વધુ...

કેન્દ્ર સરકાર ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ની ઓલિમ્પિક ગેમ્સની યજમાનીની દાવેદારીને સમર્થન આપશે

Update: 2022-12-29 12:33 GMT

ભારત વર્ષ 2036માં ઓલિમ્પિક ગેમ્સ યજમાની માટે દાવેદારી કરશે. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે, સપ્ટેમ્બર 2023માં મુંબઈમાં ઇન્ટર નેશનલ કમિટી (IOC)ના સત્ર દરમિયાન IOCના સંપૂર્ણ સભ્યો સમક્ષ રોડમેપ રજૂ કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)ની ઓલિમ્પિક ગેમ્સની યજમાનીની દાવેદારીને સમર્થન આપશે અને ગુજરાતનું અમદાવાદ વિશ્વ સ્તરીય રમતગમતના માળખા સાથે 'યજમાન શહેર' હશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ભારત અગાઉ 1982 એશિયન ગેમ્સ અને 2010 કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરી હતી. હવે ભારત ઓલિમ્પિકની યજમાની માટે તૈયાર છે. રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, જો ભારત આટલા મોટા પાયા પર G20 પ્રેસિડન્સીનું આયોજન કરી શકે છે, તો મને ખાતરી છે કે, સરકાર IOA સાથે મળીને દેશમાં ઓલિમ્પિકનું આયોજન કરી શકે છે. અમને આશા છે કે, ભારત સંપૂર્ણ તૈયારી કરશે અને ઓલિમ્પિક માટે બોલી લગાવશે. ગુજરાતે અનેક વખત ઓલિમ્પિકની યજમાનમાં રસ દાખવ્યો છે. તેમની પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. હોટલ, હોસ્ટેલ, એરપોર્ટ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ. ગુજરાતમાં ઓલિમ્પિકની યજમાન માટે ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે તેના મેનિફેસ્ટોમાં પણ આનો ઉલ્લેખ કર્યો છે. આ સાથે અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, જો ભારત આટલા મોટા પાયે G20 પ્રેસિડન્સીનું આયોજન કરી શકે છે, તો મને ખાતરી છે કે, સરકાર IOA સાથે મળીને દેશમાં ઓલિમ્પિકની યજમાની કરી શકશે. આપણે બધા જાણીએ છીએ કે, 2032 સુધી સ્લોટ બુક થઈ ગયા છે. પરંતુ 2036થી અમને આશા છે અને મને ખાતરી છે કે, ભારત ઓલિમ્પિક માટે સંપૂર્ણ તૈયારી કરશે અને બોલી લગાવશે

Tags:    

Similar News