અમદાવાદ : પત્નીએ જ આપી પતિની હત્યા માટે સોપારી, વસ્ત્રાલમાં થયેલ હિટ એન્ડ રનનો ભેદ ઉકેલાયો...

અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં ગત તા. 24 જૂનના રોજ વહેલી સવારે હિટ એન્ડ રનનો બનાવ બન્યો

Update: 2022-07-04 15:37 GMT

વસ્ત્રાલમાં થયેલ હિટ એન્ડ રનની ઘટનાનો મામલો

ક્રાઇમ બ્રાન્ચે હત્યાનું કાવતરું ઘડનારની કરી ધરપકડ

મરનારની પત્ની અને પ્રેમીએ જ આપ્યો હતો અંજામ

અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં ગત તા. 24 જૂનના રોજ વહેલી સવારે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં શૈલેષ પ્રજાપતિ નામના યુવકને પુરપાટ ઝડપે ધસી આવેલા વાહને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જોકે, પોલીસને પ્રાથમિક દ્રષ્ટિએ આ અકસ્માતનો બનાવ લાગતો હતો,

પરંતુ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ હત્યાનો બનાવ હોવાનું સામે આવ્યું હતું. મરનાર શૈલેષ પ્રજાપતિની પત્ની અને તેના પ્રેમી દ્વારા આ સોપારી આપવામાં આવી હતી. જેમાં પતિનો કાંટો કાઢવા માટે પત્નીએ પ્રેમી સાથે મળીને 10 લાખ રૂપિયામાં સોપારી આપી હતી. હિટ એન્ડ રનનો બનાવ બનાવી મોતની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પરંતુ ક્રાઇમ બ્રાન્ચે આ હત્યાના બનાવનું પગેરું ઉકેલી આરોપી પત્ની અને પ્રેમીને ઝડપી પડ્યા છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતાં 10 લાખ રૂપિયામાં ગોમતીપુરના યાસીન ઉર્ફે કાણિયાને સોપારી આપી હતી.

Tags:    

Similar News