અમરેલી : ઠાકર થાળ હોટલના મીટરમાં આગ લાગતાં લિફ્ટમાં ફસાયેલ 4 લોકોને રેસક્યું કરાયા...

દિનપ્રતિદિન ગરમીનો પારો વધી રહ્યો છે, જેના કારણે અમરેલી જિલ્લા અને તાલુકા-શહેરી વિસ્તારમાં આગના બનાવો સતત વધી રહ્યા છે.

Update: 2023-06-10 08:02 GMT

અમરેલી શહેરના મધ્યમાં આવેલ પારેખ ચેમ્બરમાં ઠાકર થાળ હોટલના મીટરમાં અચાનક આગ ફાટી નીકળતા લીફ્ટમાં 4 લોકો, જ્યારે હોટલમાં 200 લોકો ફસાયા હતા.

દિનપ્રતિદિન ગરમીનો પારો વધી રહ્યો છે, જેના કારણે અમરેલી જિલ્લા અને તાલુકા-શહેરી વિસ્તારમાં આગના બનાવો સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં આગ લાગવાની 3 જેટલી ઘટનાઓ સામે આવી છે, ત્યારે અમરેલી શહેરના મધ્યમાં આવેલ પારેખ ચેમ્બરની ઠાકર થાળ હોટલના મીટરમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે વિકરાળ આગ ફાટી નીકળી હતી. જેના કારણે વીજ પુરવઠો ખોરવાઈ જતાં લીફ્ટમાં 4 લોકો, જ્યારે હોટલમાં 200 લોકો ફસાયા હતા. બનાવની જાણ થતાં ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, ત્યારબાદ લોકોનું રેસક્યું કરવામાં આવ્યું હતું. ફાયર ફાઇટરોએ મીટરમાં લાગેલી આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી.

Tags:    

Similar News