અમરેલી : રૂ. 20 લાખની ખંડણી માંગી પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવાની ધમકી આપનાર શખ્સ ઝડપાયો...!

મળતી માહિતી અનુસાર અમરેલી શહેરના ક્રિષ્ના પેટ્રોલ પંપના માલિક પાસે મોબાઈલ ફોન ઉપર એક શખ્સે રૂ. 20 લાખની ખંડણી માંગી હતી.

Update: 2024-01-16 08:14 GMT

અમરેલી શહેરમાં પેટ્રોલ પંપના માલિકને મોબાઈલ ઉપર રૂ. 20 લાખની ખંડણી માંગી ધમકી આપનાર શખ્સની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, અમરેલી શહેરના ક્રિષ્ના પેટ્રોલ પંપના માલિક પાસે મોબાઈલ ફોન ઉપર એક શખ્સે રૂ. 20 લાખની ખંડણી માંગી હતી. આ સાથે જ, રૂપિયા નહીં આપે તો, પેટ્રોલ પંપ પર ફાયરીંગ કરવાની પણ ધમકી આપવામાં આવી હતી, ત્યારે સમગ્ર મામલે પેટ્રોલ પંપના માલીક નંદિશ પરીખે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉભા કરનાર ખંડણીખોરને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ખંડણી માંગનાર અમરેલી શહેરના માચીયાળા વિસ્તારમાં રહેતા કુલદીપ વાળા નામના શખ્શની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News