અમરેલી : નકલીઓની ભરમાર વચ્ચે ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાય, રૂ. 30 લાખનો મુદ્દામાલ જપ્ત...

રાજ્યમાં નકલી ટોલ નાકુ, નકલી જીરું, નકલી સરકારી અધિકારીઓ બાદ હવે ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાય હોવાનું સામે આવ્યું છે

Update: 2023-12-20 08:04 GMT

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના પીપળવા ગામમાંથી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.

રાજ્યમાં નકલી ટોલ નાકુ, નકલી જીરું, નકલી સરકારી અધિકારીઓ બાદ હવે ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાય હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર, અમરેલીના લીલીયા તાલુકાના પીપળવા ગામમાં આવેલ અમૃત મિનરલ વોટર પ્લાન્ટની આડમાં ચાલતી ડુપ્લિકેટ ઘી બનાવવાની ફેક્ટરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. વનસ્પતિ તેલમાંથી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી પર ગત મોડી રાત્રે લીલીયા પોલીસે છાપો માર્યો હતો. જેમાં રાજુલાનો શખ્સ લીલીયાના પીપળવા ગામે ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી ચલાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ડુપ્લિકેટ ઘીનો જથ્થો, વનસ્પતિ તેલ, ઘી ભરવાના નાના-મોટા ડબ્બા, બેરલ અને મશીનરી સહિત રૂ. 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જન આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતી ફેક્ટરી જડપાય જતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Tags:    

Similar News