અમરેલી : જિલ્લામા ખેડૂતોએ સરકારને ટેકાના ભાવે ઘઉં વેચવામા બિલકુલ રસ દાખવ્યો નહીં

અમરેલી જિલ્લામા ખેડૂતોએ સરકારને ટેકાના ભાવે ઘઉં વેચવામા બિલકુલ રસ દાખવ્યો નથી.

Update: 2022-05-11 07:48 GMT

સરકાર કરતાં યાર્ડમાં ઘઉંના ઊંચા ભાવ મળવાને કારણે અમરેલી જિલ્લાના એકપણ ખેડૂતોએ સરકારને ઘઉં વેચ્યા નહિ. રાજ્ય સરકાર દ્વારા અગાઉ મગફળી, ચણા, તુવેર વિગેરેની ટેકાના ભાવે ખરીદી કરવામા આવી હતી. તેની સાથે સાથે ઘઉંની પણ ટેકાની ખરીદી શરૂ કરાઇ હતી. પરંતુ હાલમા ખુલ્લા બજારમા ખેડૂતોને ઘઉંના ઉંચા ભાવ મળી રહ્યાં હોય ત્યારે અમરેલી જિલ્લામા ખેડૂતોએ સરકારને ટેકાના ભાવે ઘઉં વેચવામા બિલકુલ રસ દાખવ્યો નથી.

જે સમયે રજીસ્ટ્રેશન શરૂ હતુ તેમાં 13 ખેડૂતનુ રજીસ્ટ્રેશન હોવા છતા ખરીદ કેન્દ્રો ઉભા કરી સ્ટાફ ફાળવાયો હતો અને સ્ટાફ દ્વારા આ 13 ખેડૂતોને એસએમએસ પણ કરવામા આવ્યા હતા. વહિવટી તંત્રએ ઘઉંની ટેકાની ખરીદી માટે 10 કેન્દ્રો શરૂ કરવાની તૈયારી રાખી હતી. જો કે પાંચ સેન્ટરમા તો રજીસ્ટ્રેશન જ થયુ ન હતુ. જયારે બાકીના પાંચ સેન્ટરમા રજીસ્ટ્રેશન હતુ પણ ઘઉં લઇને ખેડૂતો આવ્યા ન હતા. અમરેલી યાર્ડમા 720 કવીન્ટલ ઘઉંની આવક થઇ હતી. ટુકડા ઘઉંની 460 કવીન્ટલ આવક થતા 360થી 586નો ભાવ મળ્યો હતો. જયારે લોકવન ઘઉંની 260 કવીન્ટલ આવક થતા 420થી 481 ભાવ મળ્યો હતો. જયારે કુંડલા યાર્ડમા 200 કવીન્ટલ લોકવન ઘઉંનો ભાવ 425થી 562 રહ્યો હતો.

Tags:    

Similar News