અમરેલી : બળદગાડા સામે આવી ચઢ્યો "સિંહ", તો સિંહ પરિવારની રાત્રિ લટાર પણ કેમેરામાં કેદ થઈ

“સામે રાણા સિંહ મળ્યા, ત્યાં આફત આવી મોટી” ગુજરાતી રચના અક્ષરસહ સાચી ઠરતી અમરેલી જિલ્લાની આ ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે.

Update: 2022-05-08 08:39 GMT

"સામે રાણા સિંહ મળ્યા, ત્યાં આફત આવી મોટી" ગુજરાતી રચના અક્ષરસહ સાચી ઠરતી અમરેલી જિલ્લાની આ ઘટના મોબાઈલ કેમેરામાં કેદ થઈ છે. ગીર કાંઠાના ગામડાનો ખેડૂત પોતાનું બળદગાડું લઈને વાડી ખેતરે જતા સમયે સામે સિંહ આવી ચઢ્યો હતો. જેમાં સિંહને બળદ ગાડાના આવતા માર્ગ પર જવું અને બળદ ગાડાને સામેના રસ્તે જવાની જોવાતી રાહનો અદ્ભુત દ્રશ્ય સર્જાયું હતું. જોકે, સિંહ બળદગાડાની બાજુમાંથી નિકળવાનો પ્રયાસ કરે છે, ત્યારે ખેડૂતે પોતાના મોબાઈલ કેમેરામાં આ નજારો કેદ કરી લીધો હતો.

તો બીજી તરફ અમરેલી જિલ્લાના ધારી ગીરના મોરઝર નજીક રાત્રિના સમયે સિંહ પરિવારના આંટાફેરા મારતું નજરે ચઢ્યું હતું. કાળઝાળ ઉનાળામાં સિંહ પરિવાર રાત્રે લટાર મારવા નીકળતા 7 સિંહનું ટોળું માર્ગ પર ફરતું હતું. જેમાં 1 સિંહણ, 3 પાઠડા સિંહો, 3 સિંહબાળ રસ્તા પર નીકળ્યા હતા. આ સિંહ પરિવાર બાજુની આંબા વાડીમાં પ્રવેશ કરી અંદર ચાલ્યું જાય છે. જોકે, રાત્રીના સમયે માર્ગ પર સિંહ પરિવાર નીકળતા નજીકથી પસાર થતાં વાહનચાલકે વિડીયો બનાવી સોસિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.

Tags:    

Similar News