અમરેલી: રાજુલામાં ગેરકાયદેસર રીતે માટી ઉપાડતી ખાનગી કંપનીની મશીનરી સીઝ,ખાણખનીજ વિભાગની કાર્યવાહી

પીપાવાવમા આવેલ એજીસ ગેસ કંપનીમા ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામા આવી

Update: 2023-10-05 07:54 GMT

અમરેલીના પીપાવાવમા આવેલી એક ખાનગી કંપનીમા ગેરકાયદે માટીનો જથ્થો એકઠો કરવામા આવી રહ્યો હોવાની રાવ ઉઠતા ખાણ ખનીજ વિભાગે મોટા પ્રમાણમા મશીનરીઓ સીઝ કરી છે અમરેલી જિલ્લાના રાજુલાના દરિયાકાંઠે પીપાવાવમા આવેલ એજીસ ગેસ કંપનીમા ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામા આવી હતી.ખાણ ખનીજ વિભાગના ઇન્સ્પેકટર અને રાજુલાના તાલુકા વિકાસ અધિકારી પણ પોતાની ટીમ સાથે પહોંચ્યા હતા

અને કંપનીમા જઇ તપાસ કરતા મોટા પ્રમાણમા માટીની હેરફેર બહાર આવી હતી. ગેરકાયદેસર મંજુરી વગર માટી ઉપાડી એકઠી કરવામા આવતી હતી.રામપરા ગામના સરપંચ દ્વારા માટીનો આ જથ્થો ગૌચરની જમીનમા એકઠો કરવામા આવતો હોવાનો આક્ષેપ કરવામા આવ્યો હતો. જેને પગલે ખાણ ખનીજ વિભાગે દોડી જઇ માટીનુ ખોદકામ અટકાવી દીધુ હતુ અને હેવી મશીનરી મોટા પ્રમાણમા સીઝ કરવામા આવી હતી.

Tags:    

Similar News