અમરેલી: નગરપાલિકા સામે કરિયાણા એસો.દ્વારા અપાયેલ બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ

અમરેલી બગસરામાં નગરપાલિકા સામે કરિયાણા એસો.દ્વારા અપાયેલ બંધના એલાનને વેપારીઓ દ્વારા મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે.

Update: 2022-06-23 07:36 GMT

અમરેલી બગસરામાં નગરપાલિકા સામે કરિયાણા એસો.દ્વારા અપાયેલ બંધના એલાનને વેપારીઓ દ્વારા મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે.

અમરેલી-બગસરામાં પાલિકા સામે કરીયાણા એસોસિએશને આપેલા બંધના એલાનને શહેરના વેપારીઓ દ્વારા મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.બગસરાની કરીયાણાની તમામ દુકાનો સજ્જડ બંધ જોવા મળી હતી.બગસરાના અમરેલી રોડ પર પાલિકાને રોડ રસ્તા પર ચોમાસામાં પાણીના નિહાર બ્લોક થઈ ગયા હોય અને એ પાણીના નિહાર ખોલવા અવારનવાર રજુઆત કરવા છતાં પાલિકા તંત્રની ઉદાસીનતાથી ત્રસ્ત થઈને ગઈકાલે બગસરા કરીયાણા એસોસિએશન દ્વારા જાહેરમાં બોર્ડ મૂકીને બગસરા બંધનું એલાન આપેલ હતું.આજે સવારથી જ બગસરાની કરીયાણાની તમામ દુકાનોએ સજ્જડ બંધ પાળીને એકતા દર્શાવી હતી જ્યારે અન્ય વેપાર ધંધા 50 ટકા બંધ રહ્યા હતા.બગસરાના અન્ય વેપારીઓએ મિશ્ર પ્રતિસાદ આપ્યો હતો જ્યારે બગસરા કરીયાણા એસોસિએશન જ્યાં સુધી પાલિકા દ્વારા રોડ રસ્તા પર પાણીના નિહાર માટેના બંધ થયેલા રસ્તાઓ ખુલ્લા કરવામાં ન આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતનું બંધનું એલાન કરીયાણા એસોસિએશનના પ્રમુખ દિનેશ હડીયલે જાહેર કર્યું હતું

Tags:    

Similar News