અમરેલી : બાબરા માર્કેટીંગ યાર્ડમાં એક જ દિવસમાં 22 હજાર મણ કપાસની આવક

અમરેલી જિલ્લાના બાબરા માર્કેટયાર્ડમાં સોમવારના રોજ 22 હજાર મણ કરતાં વધારે કપાસની આવક થતાં ઠેર ઠેર કપાસની સફેદી જોવા મળી હતી..

Update: 2022-01-03 08:23 GMT

અમરેલી જિલ્લાના બાબરા માર્કેટયાર્ડમાં સોમવારના રોજ 22 હજાર મણ કરતાં વધારે કપાસની આવક થતાં ઠેર ઠેર કપાસની સફેદી જોવા મળી હતી..

અમરેલી જિલ્લામાં ખેતીની સીઝન દરમિયાન વાવાઝોડા તથા વરસાદની કુદરતી આફતોનો સામનો ખેડુતોને કરવો પડયો હતો. આફતોથી હિમંત ગુમાવ્યા વિના જગતનો તાત ફરીથી ખેતીકામમાં જોતરાય ગયો હતો. અમરેલી જિલ્લાના બાબરા તથા આસપાસ આવેલાં ગામડાઓમાં વિપુલ પ્રમાણમાં કપાસનું ઉત્પાદન થયું છે. બાબરા માર્કેટ યાર્ડમાં હાલ ખેડુતો કપાસ વેચવા માટે આવી રહયાં છે. સોમવારના રોજ એક જ દિવસમાં 22 હજાર મણ કરતાં વધારે કપાસની આવક થઇ છે. માર્કેટયાર્ડમાં ઠેર ઠેર કપાસ જ કપાસ જોવા મળ્યો હતો. બીજી તરફ ખેડુતોને એક મણના 1,800 થી લઇ 1,950 રૂપિયા સુધીનો ભાવ મળતાં તેઓ પણ ખુશ જણાયાં હતાં

Tags:    

Similar News