અમરેલી : વરુણદેવને રીઝવવા રાજુલાના કુંભનાથ મંદિરે યોજાયો યજ્ઞ-હવન

અમરેલી જીલ્લાના રાજુલા શહેરમાં આવેલ કુંભનાથ-સુખનાથ મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વરૂણદેવને રીઝવવા માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

Update: 2022-07-02 15:11 GMT

અમરેલી જીલ્લાના રાજુલા શહેરમાં આવેલ કુંભનાથ-સુખનાથ મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ વરૂણદેવને રીઝવવા માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બહોળી સંખ્યામાં લોકો યજ્ઞનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને વરૂણદેવને રીઝવવા માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

રાજુલા શહેરના બાયપાસ પાસે આવેલ કુંભનાથ-સુખનાથ મહાદેવ મંદિર અતિ પૌરાણિક મંદિર છે. ત્યારે આ મંદિરના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વરૂનદેવને રીઝવવા માટે તેમજ સમસ્ત લોકોની સુખાકારી માટે પર્જન્ય હોમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. અને ૧૦૦ વર્ષથી પરંપરા મુજબ વરૂણદેવને રીઝવવા માટે યજ્ઞનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે યજ્ઞના દીવસે રાજુલા શહેરના વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે પોતાનો ધંધો રોજગાર બંધ રાખવામાં આવે છે. અને બહોળી સંખ્યામાં રાજુલા શહેરીજનો તેમજ આસપાસના વિસ્તારના લોકો આ યજ્ઞનાં દર્શનનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા. આ સમગ્ર યજ્ઞનું આયોજન કુંભનાથ સુખનાથ કમિટી દ્વારા આયોજન કરવામાં આવે છે. ત્યારે આ યજ્ઞમાં રાજુલાના લોકલાડીલા ધારાસભ્ય અંબરીષભાઈ ડેર ઉપસ્થિત રહ્યા હતા. અને કુંભનાથ સુખનાથ મહાદેવના દર્શન કરી યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી. સુંદર મજાનું હવન કમિટી દ્વારા વરૂણદેવને રીઝવવા માટે યજ્ઞનું આયોજન કરાયું હતું.

Tags:    

Similar News