અંકલેશ્વર: શહેર અને જીઆઈડીસી વિસ્તાર મળી 3 સ્થળોએથી બાઈકની ચોરી,પોલીસે તપાસ શરૂ કરી

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જૂની ચોકડી પાસે જૂની કોલોની ખાતે રહેતા ગજાનંદ ગિરધર ભાઈ લિંબચિયાંની ઘર સામે પાર્ક કરેલી મોટર સાયકલની ચોરી થઈ ગઈ હતી

Update: 2022-05-26 11:15 GMT

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જૂની ચોકડી પાસે જૂની કોલોની ખાતે રહેતા ગજાનંદ ગિરધર ભાઈ લિંબચિયાંની ઘર સામે પાર્ક કરેલી મોટર સાયકલની ચોરી થઈ ગઈ હતી. મોટરસાયકલ લઇ જતા તસ્કરો સીસીટીવી કેમેરામાં આબાદ ઝડપાઈ ગયા હતા. જીઆઇડીસી પોલીસે સીસીટીવીના આધારે મોટરસાયકલ ચોરોની તપાસ આરંભી હતી

આ તરફ કોસમડી ગામ વાલિયા રોડ પર આવેલ સંસ્કાર ધામ સોસાયટીમાંથી મોટર સાયકલ નંબર G J 16 p 6023 ઘરઆંગણે પાર કરી હતી તે વેળાએ ગત રોજ બપોરે ઘરમાં પરિવારના સભ્ય હાજર હોવા છતાં પણ ચોરો તરકીબ અજમાવી ચોરી ગયા હતા. મોટરસાયકલ માલિક નર્બળ પડવાલેએ જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

અંકલેશ્વરના અદાડામા રહેતા કમલકુમાર ચૌહાણ ગડખોલ પાટિયા પાસેના જલારામ મંદિર નજીક બાઇક મુકી નોકરી ગયા હતા. નોકરીથી પરત આવતા ત્યાં બાઇક જોવા મળી નહતી. તેથી તેમને આમતેમ તપાસ કરવા સાથે પાસેના સીસી ટીવી ફૂટેજ ચેક કરતા ચોરીની સમગ્ર ઘટના નજરે પડી હતી. આ બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે

Tags:    

Similar News