પાકિસ્તાન મરીન સિક્યુરિટીની વધુ એક નાપાક હરકત, ભારતીય બોટ સહિત 3 ખલાસીનું અપહરણ કર્યું...

પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અવારનવાર ભારતીય માછીમારોને બોટ સાથે અપહરણ કરી લઈ જવાના બનાવો બને છે,

Update: 2022-02-01 05:11 GMT

પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા અવારનવાર ભારતીય માછીમારોને બોટ સાથે અપહરણ કરી લઈ જવાના બનાવો બને છે, ત્યારે વધુ એક વખત પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ભારતીય જળસીમામાં પ્રવેશ કરી ભારતીય માછીમારોના અપહરણ કર્યાનો બનાવ સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, ગત તા. 29/1ના રોજ નવસારીની એક સત્યવતી ફિશિંગ બોટમાં 8 જેટલા ખલાસી માછીમારી કરવા નીકળી ઓખા નજીક સમુદ્રમાં માછીમારી કરતા હતા, ત્યારે એકાએક પાકિસ્તાન મરીન સિક્યુરિટીની બોટ ભારતીય જળસીમામાં ધસી આવી હતી, ત્યારે સત્યવતી બોટને બંદૂકના નાળચે ઘેરી લીધી હતી. બોટમાં સવાર માછીમારોમાંથી 5 માછીમારને એક નાની બોટમાં છોડી દીધા હતા, જ્યારે સત્યવતી બોટ સાથે 3 ખલાસીઓના અપહરણ કરી પાકિસ્તાન તરફ રવાના થયા હતા. જોકે, નાની બોટમાં રહેલ 5 માછીમારોએ ભારતીય કોસ્ટગાર્ડનો સંપર્ક કરતા સમુદ્ર પાવક નામની શિપ ત્યાં પહોંચી હતી, અને આ ખલાસીઓને પોરબંદર જેટીએ વેરિફિકેશન માટે લવાયા હતા. પાકિસ્તાન લઇ ગયેલ માછીમારોમાં મનીષ કેશવ ટંડેલ, વિજય મણિલાલ ટંડેલ અને આશિષ રમેશ પટેલ તેમજ પરત આવેલ માછીમારોમાં કિશોર ધીરુ નાયકા, મંગુ નાનુ હળપતિ, કમલેશ વયુ નાયકા, રમણ વનમાળી રાઠોડ અને રાજુ રવજી હળપતિનો સમાવેશ થાય છે, ત્યારે હવે પાકિસ્તાન મરીન સિક્યુરિટીની વધુ એક નાપાક હરકત સામે આવી છે.

Tags:    

Similar News