અરવલ્લી: ગ્રેનેડ બ્લાસ્ટ કેસમાં મૃતકના ભાઈએ કર્યો આપઘાત, વાંચો શું છે મામલો

Update: 2021-09-03 11:32 GMT

અરવલ્લી જિલ્લાના ગોઢકુલ્લા ગામના હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટ કેસમાં મૃતકના નાનાભાઈએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. બ્લાસ્ટ દરમિયાન મૃત્યુ પામેલા યુવકના નાના ભાઈનો મૃતદેહ ઝાડ પર લટકતો મળી આવ્યો છે. ગોઢકુલ્લા ગામની સીમમાં ઝાડ પર ગળેફાંસો લગાવેલી હાલતમા મૃતદેહ મળી આવ્યો છે.

ઘટનાના સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ગોઢકુલ્લા ગામે ગત 28 ઓગષ્ટે ભેદી ધડાકો થયો હતો અને આ મામલામાં મોટો ખુલાસો થયો હતો. તપાસ દરમિયાન પોલીસને મૃતકના ઘરમાંથી તેની તસ્વીરો મળી આવી હતી, જેમાં યુવકના કમર પર હેન્ડ ગ્રેન્ડ લટકાવેલો હતો. તો બીજી તરફ ફોરેન્સીક તપાસ દરમિયાન પ્રાથમિક જાણકારી સામે આવી છે કે, ધડાકો હેન્ડ ગ્રેનેડનો થયો હતો.

ઘટનાને લઇને પોલીસે હેન્ડ ગ્રેન્ડ મળવાને લઇને તપાસ હાથ ધરી હતી સાથે જ મૃતક યુવકના ઇતિહાસને પણ તપાસવાની પ્રક્રિયા શરુ કરી હતી. આ દરમિયાન ફોરેન્સીક તપાસમાં પણ પ્રાથમિક રીતે જ આ બાબતને સૂચવવામાં આવી હતી. જેને લઇને પોલીસની ટીમો ચોંકી ઉઠી હતી અને ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરતા જ પોલસીને યુવકની એવી તસ્વીરો હાથ લાગી હતી કે, જેમાં યુવકના કમર પટ્ટા પર હેન્ડ ગ્રેનેડ લટકાવેલો હતો. જ્યારે બીજી એક તસ્વીરમાં તે એક બંદૂક સાથે જોવા મળી રહ્યો હતો. પોલીસે હવે આ દિશામાં પણ તપાસ હાથ ધરી હતી કે, તેની આ તસ્વીરો પાછળનું રહસ્ય શું છે.

Tags:    

Similar News