આસામ STFની મોટી કાર્યવાહી,ISIS ઈન્ડિયા ચીફ હરીશ અજમલ ફારૂકીની ધરપકડ

Update: 2024-03-21 03:01 GMT

ISIS ઈન્ડિયા ચીફ હરીશ અજમલ ફારૂકી અને તેના સહયોગીની બુધવારે આસામ STF દ્વારા ધુબરી સેક્ટરના ધર્મશાલા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.આ બંને આરોપીઓને NIA દ્વારા વોન્ટેડ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા હતા. ફારૂકી દેહરાદૂનના ચકરાતાનો રહેવાસી છે. તે ભારતમાં ISISનો વડો છે.

આ સાથે STFએ હરિસના સહયોગી અનુરાગ સિંહ ઉર્ફે રેહાનની પણ ધરપકડ કરી છે.આસામ પોલીસના પીઆરઓ પ્રણવજ્યોતિ ગોસ્વામીએ જણાવ્યું કે તેઓ બાંગ્લાદેશ સરહદેથી ભારત આવવાની માહિતી મળી હતી. ધર્મશાલા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય બોર્ડર પર પોલીસ તૈનાત કરવામાં આવી હતી. આરોપીઓને સવારે 4.15 કલાકે શોધી કાઢવામાં આવ્યા હતા. આ પછી તેની ધરપકડ કરવામાં આવી હતી. બંનેને ગુવાહાટી સ્થિત STF ઓફિસમાં લાવવામાં આવ્યા છે.

Tags:    

Similar News