બનાસકાંઠા : પૂર ઝડપે આવતી કાર 6 ફૂટની દીવાલ કૂદી ખેતરમાં પડી, વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ......

પૂર ઝડપે આવી રહેલ કારના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પહેલા પેટ્રોલ પંપ પાસે અથડાઈ અને ત્યાર બાદ દિવાલ કૂદીને ખેતરમાં પડી હતી.

Update: 2023-08-04 12:17 GMT

બનાસકાંઠાના ધાનેરાના સામરવાડા પાસે એક અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ કાર અકસ્માતનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ અકસ્માત એટલો શોકીંગ છે કે, વીડિયો જોઈને તમારા રુવાડા ઉભા થઈ જશે. કારની સ્પીડ એટલી હતી કે જાણો કોઈ રેસિંગ ચાલતી હોય. પૂર ઝડપે આવી રહેલ કાર 6 ફૂટની દીવાલ કૂદી ખેતરમાં પડી હતી.

પૂર ઝડપે આવી રહેલ કારના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પહેલા પેટ્રોલ પંપ પાસે અથડાઈ અને ત્યાર બાદ દિવાલ કૂદીને ખેતરમાં પડી હતી. હાલમાં આ અકસ્માતની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ છે કે, પુર ઝડપે આવી રહેલી કાર હવામાં ઊડવા લાગી અને દિવાલ સાથે અથડાઈ. જો કે, સારી વાત એ છે કેસ આ અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે. અકસ્માત બાદ કારચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. આ ઉપરાંત પેટ્રોલ પંપ પર કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી.

Tags:    

Similar News