બનાસકાંઠા; પોસ્ટ ઓફિસના કર્મચારીઓની હડતાળ, પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ

બનાસકાંઠા જિલ્લામાં પોસ્ટ ઓફિસના 800 જેટલા કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ મુદ્દે હડતાળ પર ઉતર્યા છે.

Update: 2023-03-03 09:21 GMT

બનાસકાંઠા જિલ્લામાં પોસ્ટ ઓફિસના 800 જેટલા કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ મુદ્દે હડતાળ પર ઉતર્યા છે.

Full View

ઓલ ઈન્ડિયા નેશનલ કમિટીના આદેશથી જિલ્લામાં પોસ્ટ ઓફિસના જીડીએસના 800 કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. છેલ્લા ઘણા સમયથી પોતાની પડતર માંગણીઓ પુરી કરવા રજૂઆતો બાદ પણ કોઈ જ નિરાકરણ ન આવતા આખરે પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ કચેરી સામે જ તંબુ બાંધી હડતાળ શરૂ કરી છે. સરકાર દ્વારા 12,24 અને 36 વર્ષની સેવા માટે વરીસ્ઠ જીડીએસને ત્રણ ઈન્ક્રીમેન્ટ આપવામાં આવે છે. લક્ષ્યોની સિદ્ધિ માટે નીચલા વર્ગના કર્મચારીઓને હેરાન કરવામાં ન આવે તે સહિતની વિવિધ માંગણીઓ સાથે ધરણાં પર બેઠા છે.

Tags:    

Similar News