"સુંદરતા અને શિકાર" : સોશિયલ મીડિયા પર આવતી અજાણી સુંદર યુવતીઓની ફ્રેન્ડ રિકવેસ્ટથી રહેજો સાવધાન, વાંચો વધુ..!

હાલ સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણા સમયથી લોકો અજાણી વ્યક્તિ કે, સુંદર યુવતીઓ સાથે મિત્રતા કરતા આવ્યા છે.

Update: 2021-06-25 05:30 GMT

હાલ સોશિયલ મીડિયા પર છેલ્લા ઘણા સમયથી લોકો અજાણી વ્યક્તિ કે, સુંદર યુવતીઓ સાથે મિત્રતા કરતા આવ્યા છે. જોકે, આમ થયા બાદ બન્ને એકબીજા સાથે ચેટ કરી પોતાની મિત્રતા વધુ ગાઢ બનાવવાના પ્રયાસો કરે છે, ત્યારે ચકોર વ્યક્તિ આવા લોકોને પારખે તે હાલના સમયમાં વધુ જરૂરી બન્યું છે.

હવે વાત કરીએ, સોશિયલ મીડિયા પર આવતી અજાણી અને સુંદર યુવતીઓની ફ્રેન્ડ રિકવેસ્ટની... જો, તમને કોઈ સુંદર યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવે તો તેની રિકવેસ્ટને એક્સેપ્ટ કરતાં પહેલાં 100 વાર વિચરવું જોઈએ. આવું કૃત્ય કરનારાઓની એક ઠગ ટોળકી ખૂબ સક્રિય થઈ છે. જે તમને ઓનલાઈન ઈન્ટિમસી ઓફર કરશે અને એમાં ફસાવીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડી દેશે. જો પૈસા ન આપો તો તમારી અશ્લીલ હરકતોનું સ્ક્રીન-રેકોર્ડિંગ પણ કરીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેશે. આમ, એક અજાણી ફ્રેન્ડ રિકવેસ્ટ આપની સામાજિક પ્રતિષ્ઠાને અથવા તો આપને મોટું આર્થિક નુકસાન પહોચાડી શકે છે. છેલ્લા 2 મહિનાથી સમગ્ર રાજ્યમાં સોશિયલ મીડિયા દ્વારા લોકોને ફસાવીને પૈસા પડાવવાના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જેમાં નેતાઓ, વેપારીઓ અને સરકારી અધિકારીઓ પણ ફસાઈ ચૂક્યા છે.

આ ઠગ ટોળકીના સાગરીતો સોશિયલ મીડિયા પર અજાણી યુવતી બની લોકો સાથે મિત્રતા કરી બાદમાં વિડિયો-કોલ કરી તેની સાથેની બીભત્સ હરકતો રેકોર્ડ કરી બ્લેકમેઇલ કરે છે. ત્યારબાદ મસમોટી રકમની માંગ કરી લોકોને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. જોકે, લોકો આ હરકતથી ગભરાઈ જઈ નંબર બ્લોક કરતાં જ વીડિયોને સોશિયલ મીડિયા પર વાઇરલ કરી ભોગ બનનારાઓને બદનામ કરવાની ધમકી આપે છે. જેના કારણે લોકોને પોતાની બદનામીનો ડર અને સમાજમાં પોતાની પ્રતિષ્ઠા જાળવવા માટે જે રકમની માંગણી કરવામાં આવે છે તેને ની:સંકોચ આપી દેતા હોય છે. જોકે, અમદાવાદ સાયબર ક્રાઈમ સેલને તો છેલ્લા 6 મહિનામાં આવી ઠગ ટોળકીઓ લોકોને હેરાન પરેશાન કરતી હોય તેવી 500થી વધુ ફરિયાદો મળી છે. જેથી હવે સમય આવી ગયો છે કે, આ મામલે લોકો વધુ ગંભીર બને અને સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિ કે, સુંદર યુવતીઓ સાથે મિત્રતા કરતાં પહેલા સાવધાન રહે તે ખૂબ જરૂરી બન્યું છે.

Tags:    

Similar News