ભરૂચ: નવેઠા ગામ પાસે બાઈક સ્લિપ થતા સર્જાયો અકસ્માત, મહિલાનું ઘટના સ્થળે જ મોત

Update: 2021-07-10 05:49 GMT

શનિવારના રોજ વહેલી સવારે મનુબર ગામના દંપતી દહેજ તરફ જઈ રહ્યા હતા તે સમયે નવેઠા ગામ પાસે અચાનક બાઈક સ્લિપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે મહિલાના પતિનો આબાદ બચાવ થયો હતો મહિલા ટ્રક નીચે આવી જતા મોત નીપજ્યું હતું. બનાવને પગલે ભરૂચથી દહેજ જવાના માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતાં. અકસ્માતમાં મોતને ભેટેલ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

Tags:    

Similar News