ભરૂચ: અંકલેશ્વરમાંથી ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું વધુ એક કૌભાંડ ઝડપાયું

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની કાર્યવાહી, સારંગપુર નજીકથી ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપાયું.

Update: 2021-07-06 09:39 GMT

અંકલેશ્વરના સારંગપૂરમાં ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું વધુ એક કૌભાંડ પોલીસે ઝડપી પાડી એક આરોપીની ધરપકડ કરી છે.

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના સૂત્રોને બાતમી મળી હતી કે સારંગપુર નજીક આવેલ ચામુડા જનરલ સ્ટોરમાં ગેસ રીફિલિંગનું ગેરકાયદેસર કૌભાંડ ચાલી રહયું છે જેના આધારે પોલીસે દરોડા પાડતા સ્ટોરમાંથી 7 ગેસ સિલિન્ડર સહિત વજન કાંટો અને પાઇપ મળી રૂપિયા 17 હજારથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો.

પોલીસે આરોપી બકસી ખત્રિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી જોખમી રીતે મોટા ગેસ સિલિન્ડરમાંથી નાના ગેસ સિલિન્ડરમાં ગેસ ટ્રાન્સફર કરતો હોવાનું બહાર આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અંકલેશ્વરના સારંગપૂર વિસ્તારમાંથી જ આ પ્રકારના બે કૌભાંડ બહાર આવ્યા હતા.

Tags:    

Similar News