ભરૂચ: ઝઘડીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં નિર્માણ પામનાર વિવિધ માર્ગોનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ભૂમિપૂજન

ઝઘડીયા તાલુકાના કેટલાક ગ્રામ્ય માર્ગોનું આજરોજ ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ

Update: 2022-02-23 13:01 GMT

ઝઘડીયા તાલુકાના કેટલાક ગ્રામ્ય માર્ગોનું આજરોજ ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ.ઝઘડિયા તાલુકાના પીપદરા ચોકડીથી સંજાલી ગામને જોડતો રસ્તો ,વઢવાણા ગામને જોડતો રસ્તો તેમજ ઈન્દોરથી મોટા વાસણાને જોડતો રસ્તો મળીને કુલ રુ.૧ કરોડ ૨૯ લાખના ખર્ચે આ રસ્તાઓ તૈયાર થશે.

મુખ્યમંત્રી સડક યોજના હેઠળ મંજૂર થયેલા આ રસ્તાઓના કામનું આજરોજ ભરૂચ લોકસભા વિસ્તારના સાંસદ મનસુખ વસાવા તેમજ ભરૂચ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા સંગઠનના હોદ્દેદારો,તાલુકા જિલ્લા પંચાયતના હોદ્દેદારો તેમજ સદસ્યો ઉપરાંત સ્થાનિક અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છેકે તાલુકાના અંતરિયાળ ગામોને જોડતા ઘણા માર્ગોનું નવિનીકરણ કરવાની જરુર વર્તાતી હતી ત્યારે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ આ માર્ગો મંજુર થતાં તાલુકાના આ અંતરિયાળ ગામોની જનતાને તાલુકા મથક ઝઘડીયા સહિત રાજપારડી અને ઉમલ્લા જેવા મથકોએ અવરજવર કરવામાં સુગમતા રહેશે

Tags:    

Similar News