ભરૂચ : સામલોદ ગામે ગરીબ પરિવારોને અનાજની કીટનું કરાયું વિતરણ

ભરૂચ સક્રિય પત્રકાર સંઘનું ઉમદા કાર્ય, વિધવા બહેનોને આપવામાં આવી અનાજની કીટ.

Update: 2021-07-24 11:16 GMT

હવે જોઇશું ભરૂચ રાઉન્ડઅપ... ભરૂચ તાલુકાના સામલોદ ગામમાં ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સામલોદ ગામે ગરીબ પરિવાર ની મહિલાઓને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કોરોનાની મહામારીમાં ઘણા પરિવારોની આર્થિક સ્થિતિ કફોડી બની છે તેવામાં અનેક સામાજિક સંસ્થાઓ આવા જરૂરીયાતમંદ લોકોને મદદરૂપ થઈ રહી છે. સામાજીક ફરજના ભાગરૂપે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા ભરૂચ તાલુકાના સામલોદ ગામે વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સામલોદના સરપંચ લીલાવતી પંચાલ અને ડેપ્યુટી સરપંચ દક્ષાબેન પટેલ,માજી સરપંચ દિપક પટેલ,ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ ઈદ્રીશ કાઉજી,પૂર્વ પ્રમુખ જગદીશ પરમાર, મહામંત્રી જીતુ રાણા સહિતના મહેમાનો અને પત્રકાર સંઘના હોદેદારો અને સભ્યો હાજર રહયાં હતાં. આ પ્રસંગે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ ઈદ્રીશ કાઉજીએ વધુમાં જણાવ્યું હતું કે પત્રકારત્વની સાથે સાથે આગામી સમયમાં સમાજસેવાના વધુ કાર્યો હાથ ધરવામાં આવશે.

Tags:    

Similar News