ભાવનગર : આધારકાર્ડ ધારકોને ફોસલાવી મોટી છેતરપિંડી આચરનાર 2 ભેજાબાજોની ધરપકડ…

ભાવનગર GSTએ નોંધાવેલી ફરિયાદના આધારે નિલમબાગ પોલીસે વિમલ મકવાણા અને કૃણાલ રાઠોડ નામના 2 શખ્સોને ઝડપી લીધા છે.

Update: 2023-03-02 11:21 GMT

ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં GST વિભાગે 3 શખ્સો વિરુદ્ધ આધારકાર્ડ ધારકોને ફોસલાવી પટાવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે.

Full View

ભાવનગર GSTએ નોંધાવેલી ફરિયાદના આધારે નિલમબાગ પોલીસે વિમલ મકવાણા અને કૃણાલ રાઠોડ નામના 2 શખ્સોને ઝડપી લીધા છે. જેમાં લાભાર્થીઓને વિમલ લાવતો અને 300 રૂપિયા કમિશન લેતો, જ્યારે 500 રૂપિયા કૃણાલ કમિશન પેટે લેતો હતો. જોકે, આ બન્નેને સાજીદ ઉર્ફે સજ્જુ 1000 રૂપિયા આપતો હતો. સમગ્ર મામલે પોલીસે 2 શખ્સોને ઝડપી લીધા છે, તો મુખ્ય સૂત્રધાર સાજીદ હાલ ફરાર છે. ભાવનગર જીએસટીના અધિકારી ધર્મજિત યાજ્ઞિકે જણાવ્યું હતું કે, ભાવનગરમાં સ્ટેટ જીએસટી દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન 26 આધાર કેન્દ્ર પૈકી 2 આધાર કેન્દ્ર પર ગેરરીતી સામે આવી છે, ત્યારે હાલ 26 આધાર કેન્દ્ર ઉપર કરેલી તપાસમાં આધાર કેન્દ્રમાં 3 લોકો સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જોકે, હજુ કેટલા લોકો સાથે વિશ્વાસઘાત અને ખેતરપિંડી થઈ છે તે દિશામાં તપાસનો ધમધમાટ યથાવત રાખવામાં આવ્યો છે.

Tags:    

Similar News