ભાવનગર : સિહોર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાગી આગ, અંતે "મોક ડ્રિલ" જાહેર કરાય...

આપત્તિ સમયે ઓછામાં ઓછું નુકશાન થાય અને સમયસર આફત પર કાબૂ મેળવી શકાય તે માટે સમયે-સમયે મોક ડ્રિલનું આયોજન કરાયું

Update: 2021-11-09 12:12 GMT

ગુજરાત સરકાર દ્વારા આપત્તિ સમયે ઓછામાં ઓછું નુકશાન થાય અને સમયસર આફત પર કાબૂ મેળવી શકાય તે માટે સમયે-સમયે મોક ડ્રિલનું આયોજન કરવામાં આવે છે. આવી જ એક આગ લાગવાની ઘટનાની મોક ડ્રિલનું આયોજન સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સિહોર ખાતે કરવામાં આવ્યું હતું.

સિહોર નગરપાલિકાના ફાયર અને ઈમરજન્સી સ્ટાફ દ્વારા તાત્કાલિક આગ લાગ્યાનો સંદેશો મળતા જ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈને આગ બુઝાવી અને સાથે બચાવ અને રાહત કાર્ય હાથ ધર્યું હતું. ફાયર ફાઈટર અને ઇમરજન્સી સ્ટાફ દ્વારા તુરંત જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો અને ધુમાડાને વેન્ટિલેશન દ્વારા દૂર કરવામાં આવ્યો હતો. આગમાં ફસાયેલા દર્દીઓને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક આગના સ્થળેથી બચાવીને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. આમ, વિવિધ એજન્સીના સાથ અને સહકારથી અસરકારક પગલાં દ્વારા આગ પર કાબૂ મેળવીને મોકડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. આ મોકડ્રીલમાં સિહોર નગરપાલિકા સ્ટાફના ફાયર ઇન્સ્પેક્ટર કૌશિક રાજ્યગુરુ, ફાયરમેન ધર્મેશ ચાવડા, મુકેશ ગોસ્વામી, શીવુભા ગોહિલ, નિરંજન ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News