ભાવનગર : નવનિયુક્ત પ્રભારી સચિવ અશ્વિનીકુમારના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાય

પ્રભારી સચિવએ જણાવ્યું કે, યોગ્ય આયોજન સાથે પોતાની પાસે ઉપલબ્ધ સાધનોનો સમયસર અને મહત્તમ ઉપયોગ થાય તે ખૂબ જ જરૂરી છે.

Update: 2021-11-03 11:00 GMT

ભાવનગર જિલ્લાના નવનિયુક્ત પ્રભારી સચિવ અશ્વિનીકુમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના આયોજન ખંડ ખાતે જિલ્લાના મુખ્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી. પ્રભારી સચિવશ્રીએ તેઓની પ્રથમ સમીક્ષા બેઠકમાં વિવિધ વિભાગોની પ્રાથમિક જાણકારી મેળવ્યા બાદ શિક્ષણ, વીજળી, મનરેગા, પંચાયત,મહેસૂલ વિભાગની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.

પ્રભારી સચિવએ જણાવ્યું કે, યોગ્ય આયોજન સાથે પોતાની પાસે ઉપલબ્ધ સાધનોનો સમયસર અને મહત્તમ ઉપયોગ થાય તે ખૂબ જ જરૂરી છે. જો તેમ થાય તો જ લોકોને સમયસર અને જરૂરિયાત મૂજબ સેવાઓ પૂરી પાડી શકાશે. તેમણે જિલ્લામાં ચાલતાં મનરેગાના કામો, આવાસ યોજનાઓ, જળ-સિંચાઇના કામો વગેરેની સમીક્ષા કરી ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. પ્રભારી સચિવએ પાણી- ગટર, વીજળી, આવાસ યોજનાઓ સહિતની સ્થિતિ જાણી તે અંગેની ઉપયોગી માર્ગદર્શન ઉપસ્થિત અધિકારીઓને આપ્યું હતું.

Tags:    

Similar News