ભુજ : રાજકીય અગ્રણીની કારમાથી દારૂ મળતા ખળભળાટ,વાંચો કોની છે કાર..

Update: 2023-04-09 16:15 GMT

મહાબંદર કન્ડલામાં આવેલ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં કસ્ટમ વિભાગે કારમાંથી દારૂ કબજે કર્યો છે જો કે આ કાર પણ માળિયા ભાજપના મહામંત્રીની હોવાનું દર્શાવાયું છે.

આ બાબતે જાણવા મળતી વિગતો અનુસાર આજ રોજ રાજકીય પાર્ટીના ટેગવાળી એક ઈનોવા કારમાથી કાસેઝમાથી આંતરીક રસ્તાઓ પર લીકરનો જથ્થો પકડી પાડવામા આવ્યો છે. કાસેઝની સિકયુરીટી જયારે રાબેતા મુજબ પેટ્રોલીંગમાં હતી. ત્યારે અહી એક ઈનોવા કાર જેમાં માળીયા ભાજપના રાજકીય પાર્ટીના મહામંત્રીનો ટેગ લખેલો હોવાનુ દેખાઈ રહ્યુ છે તેને સિકયુરીટીએ ચેકીગ માટે પડકારતા એ ગાડીના ડ્રાયવરે કાર ઉભી રાખવાના બદલે સ્પીડમાં હંકારી દીધી હતી અને ગાડીમાથી ડ્રાયવર નાશી છુટયો હતો. સિકયુરીટીએ ગાડીની તપાસ કરતા તેમાથી લીકરનો જથ્થો મળી આવવા પામ્યો છે. જે કસ્ટમવિભાગને નિયમ અનુસાર સોપી દેવામા આવી છે, અને હવે તેની આગળની તપાસ હાથ ધરવામા આવી હોવાના અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે.

પ્રાથમિક રીતે આ ઘટનાક્રમમા સામે આવતી વિગતો અનુસાર આજ રોજ સવારે ૬ઃ૧પ કલાકે આ ઈનોવા ગાડી કાસેજમાં પ્રવેશી હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. બાદમા આ કાર અહી આવેલી ભાણજી ગોવિંદજી નામના યુનિટ કે જેની પાસે બોન્ડેડ લીકરનો પરવાનો છે તે યુનિટમાં તસ્કરો ત્રાટકયા છે ન માત્ર તસ્કરીનો પ્રયાસ બલ્કે આયોજનબદ્ધ રીતે જ ચોરી કરવામા આવી હોવાનુ માનવામા આવી રહ્યુ છે. કહેવાય છે કે, આ યુનિટ બે માળનો છે અને અહી લીફટ મુકાયેલી છે. ઉપરના ભાગે લીફટના હોલમાં રસ્સાથી છત ઉપરથી ચોર શખ્સો નીચે ઉતર્યા છે અને દારૂની પેટીઓ અહીથી જ લઈ અને કારમાં ઠાલવી હોવાનુ મનાય છે. આ શખ્સોએ અહી લીફટની ચેનલ કટ્ટરથી તોડી છે એટલે કટ્ટર, રસ્સા, સહિતનો મુદામાલ પણ જે તે યુનિટમાથી મળી આવવા પામ્યો છે. આ ઉપરાંત જે ઈનોવા કાર પકડાઈ છે તેમા પણ ભાજપનો કેસરીયો ઢગલાબધ ખેસ પડયા છે તથા મોરબી-માળીયા ભાજપ મહામંત્રી લખેલુ પણ આ ગાડી પર જણાઈ આવી રહ્યુ છે.

Tags:    

Similar News