'બોટાદ કેમિકલકાંડ' : આવતીકાલે એસઆઇટી રજૂ કરશે ચાર્જશીટ

બોટાદ કેમિકલકાંડથી રાજ્યભરમાં હાહાકાર મચી ગયો હતો જે મામલે સરકાર દ્વારા એસ આઈ ટી ની રચના કરવામાં આવી હતી

Update: 2022-08-06 10:48 GMT

બોટાદના કેમિકલકાંડ લઈને 42 લોકોના મોત થયા હતા અને 97 જેટલા વ્યક્તિને અસર પહોંચી હતી. આ ઘટનાને લઇને રાજ્યભરમાં હાહાકાર મચી ગયો હતો જે મામલે સરકાર દ્વારા એસ આઈ ટી ની રચના કરવામાં આવી હતી ત્યારે આવતીકાલે એસ આઈ ટી આ મામલે ચાર્જશીટ રજૂ કરશે

કેમિકલ કાંડની તપાસ વિવિધ એજન્સીઓ કરી રહી છે. આ સાથે ગુજરાત સરકાર કેમિકલ કાંડની તપાસ માટે એસઆઇટીની પણ રચના કરી હતી. આ સીઆઈડી ક્રાઇમના આઇજી સુભાષ ત્રિવેદી સહિતના અધિકારીઓ નો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે અધિકારીઓ તપાસમાં જોડાયા હતા. તપાસના ભાગરૂપે આઇ પી એસ સુભાષ ત્રિવેદી સહિતની ટીમે કંપની ગોડાઉન, ધંધુકા, રાણપુર અને બરવાળા ની મુલાકાત લીધી હતી.

જેમાં લઠ્ઠાકાંડમાં ભોગ બનેલા લોકોની મુલાકાત લઇ આ પ્રકરણની અન્ય બાબતો અંગે પણ તપાસ કરવામાં આવી હતી. ટીમ દ્વારા સ્થાનિક વિસ્તાર અને બુટલેગરોના અડ્ડા થી માંડીને તમામ બાબતો અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. એટલું જ નહિ જે સ્થળે દારૂ વેચાયો હતો અને કેમિકલ ઉમેરીને તૈયાર કર્યો હતો. તે સ્થળોની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી આ ઉપરાંત એમોસ કંપની કેમીકલ ના ગોડાઉન પર પણ તપાસ કરવામાં આવી રહી છે. આ પ્રકરણમાં ઊંડી તપાસ કરવામાં આવ્યા બાદ હવે પોલીસ આવતીકાલે ચાર્જશીટ રજૂ કરશે. અને ગૃહ વિભાગમાં રિપોર્ટ સોંપાયા બાદ આ અંગેની કાર્યવાહી આગળ વધશે

Tags:    

Similar News