ચૂંટણી બાદ કોંગ્રેસમાં વિવાદ,કોંગ્રેસના પૂર્વ MLAએ જગદીશ ઠાકોર વિરુદ્ધ લખ્યો પત્ર

રઘુ દેસાઈએ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે. તેમણે કોંગ્રેસને હરાવનારા સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે

Update: 2022-12-13 08:58 GMT

ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસ માંથી સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના પૂર્વ MLAએ પ્રદેશ પ્રમુખ ને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. રાધનપુર કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ MLA રઘુ દેસાઈએ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે. તેમણે કોંગ્રેસને હરાવનારા સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે રાધનપુર કોંગ્રેસ ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્યનો પત્ર ઘટસ્ફોટ સામે આવ્યો છે.

Delete Edit

રઘુ દેસાઈએ જણાવ્યું કે, રાધનપુરમાં જગદીશ ઠાકોરના કારણે હાર થઈ છે. ચૂંટણીમાં કેટલાક પાર્ટીમાં રહી પાર્ટી વિરુદ્ધ કામ કર્યું હતું. જગદીશ ઠાકોરના નજીકના સાથીઓએ ભાગ ભજવ્યો હતો. ઠાકોર પાર્ટી વિરુદ્ધનું કામ કરનારાઓને કાબૂમાં ન રાખ્યા. સાથે જ તેમણે જગદીશ ઠાકોર ને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી છે આમ ચૂંટણીમાં ફટકો પડ્યા બાદ હવે કોંગ્રેસમાં આંતરિક વિવાદ બહાર આવ્યો છે અનેક કોંગ્રેસના ઉમેદવાર કહી રહ્યા છે તેમને પાર્ટી ના અનેક નેતાઓ અને કાર્યકરોએ હરાવ્યા છે 

Tags:    

Similar News