દાહોદ : અંગદાન મહાદાન જન અભિયાન અંતર્ગત રાબડાલ પોલીસ મથકના પોલીસકર્મીઓએ સંકલ્પ પત્ર ભર્યા...

માનવજાતની જીંદગી બચાવવામાં મદદરૂપ થવા અને માનવજાતને અંગદાન તેમજ દેહદાન થકી અમુલ્ય જીવન આપવા માટે ગુજરાતમાં દિલીપ દાદા દેશમુખ દ્વારા મહા અભિયાન ઉપાડવામાં આવ્યું છે.

Update: 2023-09-05 06:25 GMT

“અંગદાન એ જ મહાદાન”ના પ્રણેતા દિલીપ દાદા દેશમુખની ઉપસ્તિથીમાં દાહોદ જિલ્લાના રાબડાલ પોલીસ મથક ખાતે પોલીસ જવાનોએ સંકલ્પ પત્ર ભરી અંગદાન મહાદાન જન અભિયાનના સહભાગી થયા હતા.

માનવજાતની જીંદગી બચાવવામાં મદદરૂપ થવા અને માનવજાતને અંગદાન તેમજ દેહદાન થકી અમુલ્ય જીવન આપવા માટે ગુજરાતમાં દિલીપ દાદા દેશમુખ દ્વારા મહા અભિયાન ઉપાડવામાં આવ્યું છે. જેમાં અંગોનું દાન કરી માનવજાતની જીંદગી બચાવવા તેમજ મૃત્યુ પછી પોતાના દેહનું દાન કરી માનવજાતને બચાવવા માટેનું અભિયાન વર્ષોથી ગુજરાત ખાતે ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં લોકોને જોડવા માટે પણ અભિયાન ચલાવી નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેને લઈને અંગદાન મહાદાન જન અભિયાનના ભાગરૂપે દાહોદના રાબડાલ ગામે આવેલા રૂરલ પોલીસ મથક ખાતે દિલીપદાદા દેશમુખ, દાહોદ જિલ્લા એસ.પી. ડો. રાજદિપસિંહ ઝાલા, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, રૂરલ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ નયનસિંહ પરમાર તેમજ રીના પંચાલ, દાહોદ નગરપાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં સંકલ્પ પત્ર ભરી દાહોદ રૂરલ પોલીસ મથકના તમામ કર્મચારીને અંગદાન મહાદાન અભિયાનમાં જોડાવાનો અવસર પ્રાપ્ત થયો હતો. આ સાથે જ પોલીસ જવાનોને સંકલ્પ પત્ર આપી અંગદાન મહાદાન અભિયાનના સહભાગી થયા હતા.

Tags:    

Similar News