ડાંગ : યુવાનોમાં શારીરિક-માનસિક તંદુરસ્તી વિકસાવવાના ભાગરૂપે ભવાનદગડ ગામે રમત સ્પર્ધા યોજાય...

ડાંગ જિલ્લાના નેહરુ યુવા કેન્દ્ર દ્વારા તાજેતરમાં ભવાનદગડ ગામે એક રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2022-01-19 09:32 GMT

ડાંગ જિલ્લાના નેહરુ યુવા કેન્દ્ર દ્વારા તાજેતરમાં ભવાનદગડ ગામે એક રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ક્ષત્રિય યુવક મંડળ, ભવાનદગદના સહયોગથી ભવાનદગદ ગામ, આહવા બ્લોક, સહિત સમગ્ર ડાંગની જિલ્લા કક્ષાની આ રમતગમત સ્પર્ધાનું ઉદ્ઘાટન ધારાસભ્ય વિજય પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વેળા ધારાસભ્ય દ્વારા યુવાનોમાં નેતૃત્વના ગુણોના વિકાસ સાથે, ટીમ વર્કની ભાવના, અને શારીરિક તથા માનસિક તંદુરસ્તી વિકસાવવા માટે, રોજિંદા જીવનમાં રમતગમતના મહત્વ વિશે યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વોલીબોલ, ટગ ઓફ વોર, લાંબી કૂદ, બેડમિન્ટન અને ૧૦૦ મીટર દોડ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાંગ જિલ્લાના ત્રણેય બ્લોકના રમતવીર યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Tags:    

Similar News