ડાંગ : શાળાના વિદ્યાર્થીઓ સરકારી કચેરીઓની મુલાકાતે, સરકારી કામગીરીથી વાકેફ કરાયા

ડાંગ : શાળાના વિદ્યાર્થીઓ સરકારી કચેરીઓની મુલાકાતે, સરકારી કામગીરીથી વાકેફ કરાયા

Update: 2022-03-08 04:37 GMT

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલા સરદાર વિદ્યાલયના બાળકોએ, જિલ્લા વહીવટી તંત્રની જુદી જુદી કચેરીઓની મુલાકાત લઈ કચેરીઓમાં ચાલતી સરકારી કામગીરી અંગે માહિતી મેળવી હતી.

આહવા ખાતે બાળકો અભ્યાસની સાથે અન્ય પ્રવૃત્તિઓથી વાકેફ થાય, જુદી જુદી સરકારી વિભાગો, સંસ્થાઓની કામગીરીથી તેઓ પરિચિત થાય તેવા હેતુસર આયોજિત, સરકારી કચેરીઓની મુલાકાતના કાર્યક્રમ દરમિયાન શાળા શિક્ષકો સાથે વિદ્યાર્થીઓએ, આહવાની કોર્ટ તથા જિલ્લા માહિતી કચેરીની મુલાકાત લીધી હતી. માહિતી કચેરીની મુલાકાત વેળા ઇન્ચાર્જ સહાયક માહિતી નિયામક મનોજ ખેંગારે, બાળકોને માહિતી ખાતાની કામગીરીથી વાકેફ કર્યા હતા. આ દરમિયાન બાળકો તથા શિક્ષકોએ સંવાદ સાધતા વિવિધ જાણકારી મેળવી હતી.

Tags:    

Similar News