દિલ્હીના CM કેજરીવાલ સહિત યુવા નેતા રાઘવ ચઢ્ઢા અને ક્રિકેટર હરભજન સિંહ ગુજરાતમાં સભાઓ ગજવશે...

રાજ્યમાં ચૂંટણી પ્રચાર ચરમ સીમાએ પહોંચી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીએ મોડી રાતે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે.

Update: 2022-11-09 08:28 GMT

રાજ્યમાં ચૂંટણી પ્રચાર ચરમ સીમાએ પહોંચી રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીએ મોડી રાતે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં ક્રિકેટર અને પંજાબના રાજ્યસભા સાંસદ હરભજનસિંહ, પંજાબ સરકારના 2 મહિલા મંત્રી બલજિંદર કૌર અને અનમોલ ગગન માન, યુવા સાંસદ રાઘવ ચઢ્ઢા ગુજરાતમાં પાર્ટી પ્રચાર કરશે.

આમ આદમી પાર્ટી આ સ્ટાર પ્રચારકોના સહારે હવે મતદાતાઓને લુભાવવા આમ આદમી પાર્ટી દ્વારા જે યાદી બહાર પાડવામાં આવી છે. તેમાં ગુજરાતના નેતાઓમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી, પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા ઉપરાંત મનોજ સોરઠીયા, અલ્પેશ કથીરિયા અને યુવરાજસિંહ જાડેજા, પ્રવીણ રામ અને મહિલા પ્રમુખ ગૌરી દેસાઈ પણ સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ કરાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રથમ યાદી 2જી ઓગસ્ટ 2022ના રોજ જાહેર કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં તબક્કાવાર ઉમેદવારો જાહેર કર્યા હતા. અત્યાર સુધીમાં 12 યાદી જાહેર કરી છે. જેમાં 158 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

Tags:    

Similar News