હવે આવતી કાલે શપથગ્રહણ ! ગુજરાત ભાજપમાં મોટી ઉથલપાથલ, શપથગ્રહણના બેનર્સ પણ હટાવાયા

Update: 2021-09-15 09:49 GMT

આજે વહેલી સવારથી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળની શપથવિધિની અનેક અટકળો ચાલી રહી હતી. ભાજપના પક્ષ પ્રમુખ પાટીલના બંગલે ઘારાસભ્યોની અવરજવર પણ વધી હતી. તે ઉપરાંત ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ થયો હતો. જેમાં મંત્રીઓના નામની ચર્ચાઓ ચાલી રહી હતી. જેમાં આંતરિક વિખવાદ થતાં નવા મંત્રીમંડળની રચના ટલ્લે ચઢી હતી.

એક બાજુ રાજભવન ખાતે શપથવિધિના પોસ્ટર લગાવી દેવામાં આવ્યાં હતાં. બાદમાં આ પોસ્ટર્સને હટાવી દેવાયા હતાં. આજે સાંજે 4.20 વાગ્યે નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાવાની હતી. પરંતુ હવે તે કાલે યોજાય તેવી શક્યતાઓ છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા એ ગુજરાતની જનતા માટે સરપ્રાઈઝ નામ હતું.

હવે આવતી કાલે શપથગ્રહણ ! ગુજરાત ભાજપમાં મોટી ઉથલપાથલ, શપથગ્રહણના બેનર્સ પણ હટાવાયાહવે મંત્રીમંડળની રચના માટે અનેક જુના લોકોને પડતા મુકીને નવાને સ્થાન આપવાની વાત વહેતી થઈ છે. પરંતુ જાણવા મળ્યા મુજબ ભૂપેન્દ્રભાઈનું મંત્રીમંડળ પણ એક ટોટલ સરપ્રાઈઝ પેકેજ હોય તો નવાઈ નહીં.

Tags:    

Similar News