ગુજરાતના વાતાવરણ પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, અગામી 2 દિવસ કમોસમી વરસાદની આગાહી

ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં માવઠાંની આગાહી કરાઈ છે.

Update: 2022-01-21 03:53 GMT

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, તા. 21ના રોજ એટલે કે, આજે અમદાવાદ, દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ સહિત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જયારે 22મી તારીખે, શનિવારે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને આણંદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, છોટા ઉદેપુર, નવસારી સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં માવઠાંની આગાહી કરાઈ છે. આ સાથે આજે ગુજરાતના દરિયામાં 60 કિ.મી.ની તીવ્ર ઝડપ સુધી પવન ફૂંકાવાની શક્યતાના કારણે માછીમારોને તા. 21, 22 જાન્યુઆરીએ દરિયો નહીં ખેડવા ચેતવણી આપવામાં આવી છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી બે દિવસો દરમિયાન રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઇને ઝાપટાની શક્યતા છે. પરંતુ, 23 જાન્યુઆરીથી એક અઠવાડિયા દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડવાની શક્યતા છે. જેથી ફરીથી રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળશે. તેમાંય અમદાવાદમાં ઠંડીનો પારો 9 ડિગ્રી નીચે જવાની શક્યતા હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. માવઠા બાદ ઠંડીમાં પણ વધારાની આગાહી કરવામાં આવી છે.

Tags:    

Similar News