જામનગર : લાભાર્થીઓને નિઃશુલ્ક ઇલેક્ટ્રીક હાથ બેસાડવા માટે રોટરી ક્લબ દ્વારા વિશેષ કેમ્પ યોજાયો…

રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા 2 દિવસીય ઇનાલી બેટરી ઓપરેટેડ ઇલેક્ટ્રીક હાથ લગાડી આપવાના ની:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2023-03-04 11:15 GMT

જામનગરમાં રોટરી ક્લબ ઓફ જામનગર દ્વારા 2 દિવસીય ઇનાલી બેટરી ઓપરેટેડ ઇલેક્ટ્રીક હાથ લગાડી આપવાના ની:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Full View

જામનગરમાં રોટરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ હૉલ ખાતે રોટરી ક્લબ ઓફ જામનગર અને ઇનાલી ફાઉન્ડેશન પૂના દ્વારા 2 દિવસીય ઇનાલી બેટરી ઓપરેટેડ ઇલેક્ટ્રીક હાથ લગાડી આપવા માટે ની:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો હાથ કોણીથી નીચેના ભાગમાં કપાયેલો હોય અને કોણીથી 3 ઇંચ જેટલો હાથ હોય તેવા લાભાર્થીઓને ઇલેક્ટ્રીક હાથ લગાડવામાં આવ્યા હતા. આ ઇલેક્ટ્રીક હાથ સામાન્ય હાથ જેવો જ હોય છે. જે લગાવ્યા બાદ લાભાર્થી શાક સમારવા, જમવા સહિત રોજિંદા સામાન્ય કામકાજ કરી શકે છે. ઇલેક્ટ્રીક હાથ ઇનાલી ફાઉન્ડેશન દ્વારા નિર્મિત સ્વદેશી બનાવટ છે. ઉપરાંત ભરતભરમાં જ્યાં પણ કેમ્પનું આયોજન કરવામાં આવે છે, ત્યાં લાભાર્થીઓને ઇલેક્ટ્રીક હાથ ની:શુલ્ક લગાડી આપવામાં આવે છે. જામનગર શહેર અને જિલ્લાના લાભાર્થીઓમાં ઇલેક્ટ્રીક હાથ લગાડ્યા બાદ ખુશીની લાગણી જોવા મળી હતી. આ પ્રસંગે મેયર બિના કોઠારી, રોટરી ક્લબના પ્રમુખ ભાવેશ શેઠ, શરદ શેઠ સહિત સભ્યો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News