જામનગર: બાજરા સંશોધન કેન્દ્ર ખાતે તમામ પ્રકારના નવ મિલેટસનું વાવેતર કરાયુ,લોકોને આપવામાં આવી સમજ

PM મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટસ વર્ષ 2023 જાહેર કરવામાં આવ્યું છે ત્યારે જામનગરમાં 9 પ્રકારના મિલેટ્સનું વાવેતર કરવામાં આવ્યું છે.

Update: 2023-05-27 09:33 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય મિલેટસ વર્ષ 2023 જાહેર કરવામાં આવ્યું છે ત્યારે જામનગરમાં 9 પ્રકારના મિલેટ્સનું વાવેતર કરવામાં આવ્યું છે.

2023ના વર્ષને યુનોએ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ યર્સ તરીકે જાહેર કરવામાં આવ્યું છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા પ્રયાસોના અનુસંધાને 2023ના વર્ષને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે જામનગરમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સલગ્ન બાજરા સંશોધન કેન્દ્ર ખાતે તમામ પ્રકારના નવ મિલેટસનું વાવેતર કરવામાં આવ્યું છે.ખાસ કરીને મિલેટ્સ આરોગવાથી ન્યુટ્રેશનની કમી દૂર કરી શકાય છે.વિશ્વના અનેક દેશો લોકો ભોજનમાં મિલેટ્સનો વધુમાં વધુ આહાર લે તેવી અપીલ પણ કરી રહ્યા છે

Tags:    

Similar News