જામનગર : રામનવમી પર્વે નીકળી રામ સવારી, રિવાબા જાડેજા રહ્યા ઉપસ્થિત..

ભગવાન શ્રી રામની ઝાંખી કરાવતા અનેક ફ્લોટ્સ તૈયાર કરી લોકોના દર્શનાર્થે મુકવામાં આવ્યા

Update: 2022-04-10 13:39 GMT

રામનવમીના પાવન તહેવાર નિમિતે જામનગરમાં વિશાળ રામસવારીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભગવાન શ્રી રામની ઝાંખી કરાવતા અનેક ફ્લોટ્સ તૈયાર કરી લોકોના દર્શનાર્થે મુકવામાં આવ્યા હતા. છોટીકાશીથી પ્રસિધ્ધ જામનગરમાં રામનવમીના પાવન તહેવાર નિમિતે હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ તેમજ અનેક સામાજિક, ધાર્મિક તથા સેવાકીય સંસ્થાઓ, જ્ઞાતિજનો, સંગઠનો દ્વારા શહેરમાં વિશાળ રામસવારીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રામસવારી શહેરના બાલા હનુમાન મંદિરેથી શહેરના મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન કરાવી હવાઈચોક, શેતાવાડ, ચાંદીબજાર અને દરબારગઢના મુખ્ય માર્ગો પર ફરી હતી. આ શોભાયાત્રા પંચેશ્વર ટાવર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ રામસવારીમાં ભગવાન શ્રીરામ ના જીવનના અનેક પ્રસંગો વર્ણવતા ફ્લોટસ તૈયાર કરી લોકોના દર્શનાર્થે મુકવામાં આવ્યા હતા. ભક્તોએ પણ ભગવાન શ્રીરામની અલગ અલગ ઝાંખીઓના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રામ સવારીના રૂટ પર અનેક જગ્યાઓ પર રામભકતો દ્વારા પ્રસાદ વિતરણના નિશુલ્ક સ્ટોલો ઊભા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રિવાબા જાડેજા સહિત હિન્દુ સંગઠનોની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

Tags:    

Similar News