જુનાગઢ : કોરોના રસીકરણ 100% પૂર્ણ કરવા બોલિવુડ સ્ટાર અને ક્રિકેટરોના બન્યા ખોટા વેક્સિન સર્ટિફિકેટ્સ

જિલ્લામાં કોરોનાનું રસીકરણ 100 ટકા પૂર્ણ કરવા માટે ભળતા નામે વેક્સિન સર્ટિફિકેટ ઈસ્યુ કરી દેવાના મોટા કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે.

Update: 2023-02-23 09:58 GMT

જુનાગઢ જિલ્લામાં કોરોનાનું રસીકરણ 100 ટકા પૂર્ણ કરવા માટે ભળતા નામે વેક્સિન સર્ટિફિકેટ ઈસ્યુ કરી દેવાના મોટા કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. જેમાં બોલિવુડ સ્ટાર સહિત ક્રિકેટરોના ખોટાં વેક્સિન સર્ટિફિકેટ્સ બન્યા હોવાનું સામે આવતા જિલ્લા વહીવટી તંત્રએ તપાસ શરૂ કરી છે.

Full View

જુનાગઢ જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરીનો 100 ટકા ટાર્ગેટ પૂર્ણ કરવા માટે જયા બચ્ચન, મહિમા, જુહી ચાવલા, મોહમ્મદ કૈફ સહિતના બોલિવુડ સ્ટાર અને ક્રિકેટરોના ખોટાં વેક્સિન સર્ટિફિકેટ્સ બન્યા હોવાનું બહાર આવ્યું છે.

કોરોના રસીકરણનાં બોગસ સર્ટિફિકેટ ઈસ્યુ કરવામાં આવ્યાં છે, જેમાં જુહી ચાવલાએ મોટી મોણપરી ગામે, મહંમદ કૈફે પ્રેમપરા સબ સેન્ટર ખાતે, ત્યારબાદ જયા બચ્ચન અને મહિમા ચૌધરીએ મેંદપરા પીએચસીમાં રસી લીધાના પ્રમાણપત્ર ઈસ્યુ થયાં છે. આ તમામ લોકોની જન્મ તા 1 જાન્યુઆરી અને સાલ અલગ અલગ લખવામાં આવી છે. અનેક જગ્યાએ રસીકરણની કામગીરી કાગળ ઉપર કરવામાં આવી હતી. જેમાં ગમે તે વ્યક્તિનું નામ લખીને રસી અપાય હોવાની કાર્યવાહી કરાય હતી. આવાં સર્ટિફિકેટ અનેક લોકોનાં ઈસ્યુ થયાં છે. એવા સંજોગોમાં ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તો ખોટાં સર્ટિફિકેટ જ નહીં, કોરોનાની કીમતી રસીને નાશ કરવાનું કૌભાંડ પણ બહાર આવી શકે તેમ છે. તો બીજી તરફ, આરોગ્ય વિભાગના એડિ. ડાયરેક્ટરે જણાવ્યુ હતું કે, ગુજરાતમાં આ શક્ય નથી. અગાઉ જેમણે આવાં ખોટાં સર્ટિફિકેટ આપ્યાં છે, તેમની સામે પગલાં લેવાયાં છે. આશ્ચર્યની વાત તો એ છે કે, સ્થાનિક લોકોને રસી માટે લાઈનમાં ઊભું રહેવું પડતું હતું, ત્યારે જયા બચ્ચન, જુહી ચાવલા, મહિમા ચૌધરી અને ક્રિકેટર મોહમ્મદ કૈફ જેવી જાણતી હસ્તીઓના નામે રસીના સર્ટિફિકેટ્સ ઇસ્યુ કરી દેવામા આવ્યા છે તે શક્ય નથી.

Tags:    

Similar News